ભારતીય મિડલઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ(33)એ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમને BCCIને ચિઠ્ઠી લખીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાયડૂની વર્લ્ડકપની 15 સભ્યોની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. વર્લ્ડ કપ સ્ક્વોર્ડમાં રાયડૂને રિઝર્વમાં નાખી યુવા ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપી છે. શંકરની પસંદગી કરવા પાછળ પંસદગીકર્તાઓએ તેમને 3D પ્લેયર એટલે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડર ગણાવ્યા હતા. આ અંગે નાયડૂએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ખરીદી લીધા છે. રાયડૂએ 55 વનડે મેચોમાં 47.50ની સરેરાશથી 1,694 રન બનાવ્યા હતા. જેમાં તેને ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી હતી. રાયડૂએ 6 આંતરરાષ્ટ્રીય T-20મેચોમાં 10.50ની સરેરાશથી 42 રન બનાવ્યા હતા. જો કે, તેમને ટેસ્ટ રમાવની તક નથી મળી.