અક્ષય કુમાર ભારતીય શહિદોના પરિવારને પણ આર્થિક સહાય કરતો જોવા મળે છે. તાજેતરમાં તેણે આસામમાં આવેલા પૂરથી પીડાયેલા લોકો માટે સીએમ રિલિફ ફંડમાં દાન આપ્યું છે. અક્ષયે ટ્વિટર પર એક પોસ્ટ મુકીને જણાવ્યુ હતું કે, ” આસામમાં આવેલા પૂરથી હું વિચલિત થઇ ગયો છે.
પૂરના કારણે માનવીઓ તેમજ પશુઓની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. તેથી મેં સીએમ રીલિફ ફંડા માનવો તેમજ પશુ-પ્રાણીઓને મદદ કરવા રૂપિયા એક-એક કરોડની આર્થિક સહાય કરી છે. હું અન્યોને પણ સહયોગ આપવાની વિનંતી કરું છું.
”અક્ષય કુમારે શહીદોના પરિવારો માટે પણ બહુ મહેનત કરે છે. તે પોતે તો આર્થિક સહાય આપે છે, પરંતુ અન્યોને પણ આ કાર્યમાં સહયોગ આપવા માટે ઉત્સાહિતથી અપીલ કરતો હોય છે.
જોકે તેની નાગરિકતા બાબતે સોશિયલ મીડિયા પર તેને લોકો ટ્રોલ કરે છે. પરંતુ અભિનેતા આ વાતને મહત્વ આપતો નથી.