અક્ષરનિવાસી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના નાના બહેનની નાદુરસ્ત તબિયત

0
683

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા(બાપ્સ)ના અક્ષરનિવાસી પૂજય પ્રમુખસ્વામી મહારાજના નાનાબેન ગંગાબાની તબિયત ત્રણ દિલસથી લથડી છે. તેમની સ્થિતિ હાલ નાજુક બતાવાઈ રહી છે. આણંદમાં તેમની પુત્રીના ઘરે હાલ પરિવારજનો ખડેપગે તેમની સેવા કરી રહ્યાં છે. ગંગાબાની તબિયત લથડયાના સમાચાર મળતા હરિભક્તોએ અખંડ ધૂન શરૂ કરી દીધી છે. પ્રમુખ સ્વામી મહારાજના નાના બહેન ગંગાબેન ઝવેરભાઇ પટેલ છે. તેમની ઉંમર 95 વર્ષની છે. તેઓ આણંદ ખાતે તેમની દીકરી રસિકાબેન ભગુભાઈ પટેલના ઘરે રહે છે. ગંગાબાનું મૂળ વતન ચાણસદ ગામ હતું. તેમના લગ્ન ભાયલી ખાતે થયા હતા. સત્સંગીઓ દ્વારા વોટ્સએપ પર સ્વામિનારાયણ મહમંત્રીની ધૂન કરવાના મેસેજ ફરતાં થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તેઓએ પ્રવાહી સ્વરૂપે અપાતો ખોરાક પણ લેવાનું બંધ કર્યુ હતું. જેના કારણે પરિવારજનો સતત ખડેપગે રહીને સેવાચાકરી કરી રહ્યાં છે. તેમના પરિવારજનોના જણાવ્યાં પ્રમાણે તબીબોના મતે 95 વર્ષની ઉંમર હોવાના કારણે અશક્તિ વર્તાઇ રહી છે. હાલ ઘરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવી સારવાર ચાલી રહી છે. ગંગાબાની સારવાર મહંત સ્વામીની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

LEAVE A REPLY

nineteen − 1 =