અજય દેવગણે તાજેતરમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો છે. આ નિમિત્તે બોલીવુડના ઘણા સ્ટાર્સને એક્શન કિંગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ગુજરાતના ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ અજય દેવગણને બર્થ ડેની શુભેચ્છા આપી. કૃણાલ પંડ્યાએ અજય દેવગણ સાથેનો પોતાનો ફોટો શૅર કરીને કહ્યું,’સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ, મારા ગમતા સ્ટાર્સમાંના એક એવા અજય દેવગણને જન્મદિવસની શુભેચ્છાઓ’તો કૃણાલના આ ટ્વિટ પર અજય દેવગણે પણ આવા જ અંદાજમાં જવાબ આપ્યો. અજય દેવગણે કૃણાલને થેન્ક્યુ કહ્યું. સાથે જ લખ્યું,’ચલો એક ફિલ્મમાં ડબલ રોલ કરીએ.’ કૃણાલ પંડ્યાનો ચહેરો અજય દેવગણને મળતો આવે છે.ગત વર્ષે જુલાઈમાં પણ તેમને આ તસવીર શૅર કરીને પોતાને અજય દેવગણના હમશકલ ગણાવ્યા હતા. આ તસવીર યુકેમાં લેવાયેલી છે. ત્યારે ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડા પ્રવાસે હતી અને ઈન્ડિયા ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝ ચાલી રહી હતી.તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડે માસૂમ સવાલ પૂછ્યો કે શું આ વ્યક્તિ તમારા અસલી પિતા છે. ? જવાબમાં ફેન્સે પોલાર્ડને રિપ્લાય આપીને અજય દેવગણ વિશે માહિતી આપી હતી.