એરિકસન ઇન્ડીયા પ્રા. લીમીટેડનું 550 કરોડનું દેવું ચૂકવવા સુપ્રીમકોર્ટ આદેશ આપ્યો છતાં દેવાની રકમની ભરપાઇ નહીં કરાતા એરિકસન ઇન્ડિયાએ રીલાયન્સ કમ્યુનિકેશન લી.ના ચેરમેન અનિલ અંબાણીને કોર્ટના અનાદર માટે જેલ ભેગા કરાવવાની તથા કાર્યવાહી અારંભવા બીજી વખત સુપ્રીમમાં માંગણી કરી છે.
અનિલ અંબાણી ઉપરાંત તેમના અન્ય બે સહયોગી સતિષ શેઠ અને છાયા વિરાણી સામે પણ જો તેઅો અેરીકસનું દેવું ના ચૂકવે તો ત્રણેય જણાં સામે કોર્ટના અનાદરની કાર્યવાહી અારંભવા તથા ત્રણેયને નાગરિક જેલમાં અટકાયત હેઠળ રાખવા માંગણી કરી છે.
અેરિકસન ઇન્ડિયાએ આ કેસમાં ત્રણેય જણાને દેશ છોડતા અટકાવવા ગૃહ મંત્રાલયની દરમ્યાનગીરીની પણ માગણી કરી હતી. કોર્ટમાં દાખલ અરજીમાં જણાવાયાનુસાર અનિલ અંબાણી સતીષ શેઠ અને છાયા વિરાણીએ સુપ્રીમ કોર્ટના 23, અોક્ટોબર, 2018ના આદેશ પ્રમાણે અેરિકસન ઇન્ડીયાનું 550 કરોડનું દેવું અને આદેશની તારીખથી વ્યાજની રકમ ભરપાઇ નહીં કરીને કોર્ટના અનાદરનો ગુનો આચર્યો હોઇ તેમની સામે કાર્યવાહી તથા તમામને નાગરિક જેલમાં અટકાયતમાં રાખવા માંગણી કરી છે. ‘નાગરિક જેલ’માં રખાનારાને કાચા કામના કેદી ગણાતા નથી તથા તેમના ખાવાપીવા અને નીભાવખર્ચ દાવાના હરીક પક્ષ દ્વારા સતાવાળાઅોને ચૂકવાતો હોય છે.
સુપ્રીમ કોર્ટ 23 અોક્ટોબર, 2018ના આદેશમાં રીલાયન્સ કમ્યુનિકેશનને અેરિકસન ઇન્ડીયાનું 550 કરોડનું દેવું 15મી ડીસેમબર સુધીમાં ચૂકવવા જણાવ્યું હતું તે પછીના વિલંબ માટે વર્ષ 12 ટકા વ્યાજ ભરવા પણ જણાવ્યું હતું એરીકસન ઇન્ડીયાએ તેમના વકીલ ભાર્ગવ દેસાઇ દ્વારા દાખલ અરજીમાં જણાવ્યું હતું કે સુપ્રીમના આદેશ છતાં સામાવાળાઅો 15મી ડીસેમ્બર કે તે પછી દેવુું ચૂકવવાની પ્રક્રિયા કરી નથી. જે સુપ્રીમ કોર્ટના તિરસ્કાર સમાન હોઇ તેમને સજા થવી જોઇએ.
અરજીમાં એવો પણ દાવો કરાયો હતો કે રિલાયન્સ કમ્યુનિકેશનને તેની મિલ્કતો વેચી મળનારી રકમમાંથી દેવું ચૂકવવાની તક આપવા છતાં દેવું ચૂકવવાના બદલે મળેલી રકમ ગેરકાયદે રીતે તેઅો અોળવી ગયા છે. સુપ્રીમ કોર્ટે 15મી ડીસેમ્બર સુધીની મહેતલ આપતા ઠરાવ્યું હતું કે પછીની મુદતમાં એરીકસન ઇન્ડીયા રિલાયન્સ સામે અદાલતના તિરસ્કાર અંગેની અરજી કરી શકશે.
એરિકસન ઇન્ડિયાએ 2014માં રીલાયન્સ કમ્યુનિકેશનના ટેલિકોમ નેટવર્કને ચલાવવા અને સંચાલન માટે સાત વર્ષના કરાર કર્યા હતાં પરંતુ એરિકસનને ચૂકવવા પાત્ર 1500 કરોડ નહીં અપાતા એરિકસને નેશનલ કંપની લો અેપેલેટ ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી.
ટ્રીબ્યુનલના વચગાળાના આદેશના આધારે સુપ્રીમકોર્ટે ગત વર્ષે મે માં નોધ્યું હતું કે અેરિકસન 1500 કરોડના લેણાંની પતાવટ 550 કરોડમાં કરવા તૈયાર છે અને રીલાયન્સે આ રકમ તેની મિલ્કતો વેચી 120 દિવસમાં ચૂકવવાની રહેશે.
દરમ્યાનમાં અેરિકસન ઇન્ડીયાની અરજી બાદ સુપ્રીમ કોર્ટે રીલાયન્સ કમ્યુનિકેશન અનિલ અંબાણી અને અન્યોને નોટીસ પાછળ ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો હતો. આર.કોમ વતી હાજર રહેલા કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગીએ અેરીકસનના લેણાં પેટે 118 કરોડની રકમ સ્વીકારવામાં વિનંતી કરી હતી. એરીકસનના વકીલે સંપૂર્ણ 550 કરોડની રકમ માંગીને આ રકમ સ્વીકારવા ના પાડતા જસ્ટીસ આર.નરીમાનની બેંચે 118 કરોડનો ડ્રાફ્ટ રજીસ્ટ્રીમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.