ફિલ્મ અભિનેતા અજય દેવગણના પિતા અને સ્ટંટ માસ્ટર વીરુ દેવગણનું મુંબઈમાં અવસાન થયું છે. વીરુ દેવગણ એક પ્રસિદ્ધ સ્ટંટ માસ્ટર હતા, વીરુ દેવગણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં સ્ટંટ કર્યા હતાં. તેમના સ્ટંટ માટે તેમને ઘણા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અજય દેવગણના પિતા વીરુ દેવગણે આજે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. મુંબઈમાં 27મેના તેમણે દુનિયાને અલવિદા કહ્યું. વીરુ દેવગણ જાણીતા સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર હોવાની સાથે ડાયરેક્ટર પણ હતા. તેમણે 80થી વધીરે ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફ કરી હતી. આ સિવાય ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી