‘દંગલ’ ફિલ્મમાં તેની દમદાર એક્ટિંગ માટે જાણીતી ઝાયરા વસીમ હાલમાં અલગ કારણે ચર્ચામાં છે. સીક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં નજર આવેલી ઝાયરા વસીમે અચાનક જ બોલિવૂડ છોડવાનું એલાન કર્યો છે. ઝાયરાએ તેનાં ફેસબૂક,ટ્વટિર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર એક લાંબુ સ્ટેટમેન્ટ શેર કરતાં પોતાનાં મનની વાત કરી છે. આ સ્ટેટમેન્ટ બાદ દરેક તેનાં નિર્ણયથી ચૌકી ગયા છે.
ઝાયરાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 5 વર્ષ પહેલાં મે બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી મારી જિંદગી સંપૂર્ણ બદલાઇ ગઇ. પાંચ વર્ષની મારી બોલિવૂડ યાત્રા ઘણી જ થકવી નાખનારી રહીં. હું મારા અંતરાત્મા સાથે લડતી રહી. હું મારા નાનકડાં જીવનમાં આટલી મટોી લડાઇ નથી લડી શકતી. તેથી બોલિવૂડથી મારા સંબંધો હમેશાં માટે તોડી રહી છે. ઝાયરા આગળ લખે છે કે, મે ઘણું સમજી વિચારીને આ નિર્ણય લીધો છે.ઝાયરાનાં આ નિર્ણયથી તેનાં કેટલાંક ફેન્સ દુ:ખી છે તો કેટલાંક તેનાં આ નિર્ણયથી તેની વાહવાહી કરી રહ્યાં છે. તેનાં ફેન્સની કમેન્ટ્સમાં તેનો વિરોધ અને સપોર્ટ બંને થઇ રહ્યાં છે.
ફિલ્મ દંગલ માટે નેશનલ એવોર્ડ જીતનારી ઝાયરા વસીમનું આ નિવેદન અને પગલું ખરેખરમાં આશ્ચર્ય પમાડે તેવું છે. ફિલ્મમાં તે પહેલવાન ગીતા ફોગાટનો બાળપણનો રોલ કરી રહી હતી. નાની ઉંમરમાં તેણે મોટી સફળતા મેળવી હતી. બોલિવૂડમાં મોટા મોટા ફિલ્મ મેકર્સની નજર તેની ઉપર હતી. દંગલ બાદ 2017માં ઝાયરા વસીમ અને આમિર ખાને ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મ પણ કરી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક એવોર્ડ મળ્યો હતો.
ઝાયરા તે સમયે ચર્ચામાં આવી જ્યારે એક વ્યક્તિએ તેની સાથે ફ્લાઇટમાં બદસલુકી કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝાયરા ટૂંક સમયમાં ‘સ્કાય ઇઝ પિંક’માં નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ પૂર્ણ થઇ ગઇ છે. આ ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સાથે સ્ક્રિન શેર કરશે.