ભાજપ પોતાના જમાનાની મશહૂર અભિનેત્રી માધુરી દીક્ષિતને 2019ની લોકસભા ચૂંટણીમાં પુણે બેઠકથી મેદાનમાં ઉતારવાનો વિચાર કર રહી છે. આ જાણકારી પક્ષના સૂત્રોએ આપી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂન મહિનામાં મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. શાહ તે સમયે પાર્ટીના ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન હેઠળ મુંબઇ પહોંચ્યા હતા. શાહે તે સમયે અભિનેત્રીને નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ વિશે જાણ કરી હતી.
રાજ્યના એક વરિષ્ઠ ભાજપના નેતાએ ગુરુવારે જણાવ્યું કે માધુરીનું નામ પુણે લોકસભા બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. પાર્ટી 2019ની સામાન્ય ચૂંટણીમાં માધુરી દિક્ષિતને ઉમેદવાર બનાવવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. અમારૂ માનવું છે કે પુણે લોકસભા બેઠક તેમના માટે સારી રહેશે. પાર્ટી અનેક બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયામાં છે અને દીક્ષિતનું નામ પુણે લોકસભા નિર્વાચન ક્ષેત્ર માટે પસંદ કરવામાં આવ્યું છે.
51 વર્ષીય અભિનેત્રી માધુરીએ ‘તેજાબ’, ‘હમ આપ કે હૈ કોન’, દિલ તો પાગલ હૈ ‘, ‘સાજન ‘અને’ દેવદાસ’ જેવી અનેક બોલીવુડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. વર્ષ 2014માં ભાજપે પુણે લોકસભા બેઠક કોંગ્રેસ પાર્ટી પાસેથી છિનવી લીધી હતી અને પાર્ટી ઉમેદવાર અનિલ શિરોલેએ ત્રણ લાખથી વધુ મતના અંતરથી જીત હાંસિલ કરી હતી.