અમદાવાદ, સુરત અને ભાવનગર શહેર માટે આજે મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનોની પણ પસંદગી કરવામાં આવી છે. ત્રણેય મહાનગરોમાં આજે મળનારી બેઠક બાદ નામોની જાહેરાત કરાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે બિજલબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે અમુલ ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું છે.આ સાથે દંડક તરીકે રાજુ ઠાકોર અને શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની નિમણૂક કરાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહીતના હોદ્દેદારોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી આજે નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરના મેયર તરીકે મનહર મોરી, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે યુવરાજ સિંહ ગોહિલની નિમણૂક થઇ છે. તો સુરતના મેયર તરીકે જગદીષ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહ અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની પસંદગી થઇ છે.