અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલની બાજુ આવેલી એક પાણીની ટાંકી ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. પાણીની ટાંકી તૂટી જવાથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ અકસ્માતમાં હાલમાં બે વ્યક્તિના મોત થયા છે જ્યારે પાંચ વ્યક્તિને બહાર કઢાયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આસપાસના રહીશોએ તંત્રને આ જર્જરીત ટાંકીની અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નહતો. દરમિયાન સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આ ટાંકી ધડકાભેર તૂટી ગઈ હતી. ટાંકી તૂટતા નજીકના ભંગારના ગોડાઉનમાં કામ કરતા મજૂરો દટાયા હતા. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.આ અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી રેસ્ક્યુૂ કરી અને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.આ પાણીની ટાંકી બોપલના સંસ્કૃતિ ફ્લેટ નજીક ધરાશાયી થઈ છે. આ ઘટના બાદ 6 લોકોને બહાર કાઢી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે એક ટાંકી ધરાશાયી થઈ છે. પાણીની ટાંકી ધરાશાયી થઈ છે પરંતુ જાનહાનિના સમાચાર નથી.આ ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે.
Home Gujarat News Ahmedabad અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં 2 લોકોનાં મોત, બચાવ કાર્ય...