રોબોટની કાલ્પનિક વાતો ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ હવે તેને વાસ્તવિક સ્વરૂપે અમદાવાદમાં જોઇ શકાશે. અમદાવાદના સાયન્સ સિટીમાં ભારતની પ્રથમ રોબોટિક ગેલેરીનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. સાયન્સ સિટીમાં ટૂંકા ગાળામાં જ ૧પ૦ જેટલા રોબોટ ત્યાં આવેલા લોકોને માર્ગદર્શનની સાથે ચા-કોફી પણ આપતા જોઇ શકાશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીમાં તાજેતરમાં જ રોબો વેઇટરનું ડેમોન્સ્ટ્રેશન હાથ ધરાયું હતું. ગાંધીનગરમાં મુખ્ય સચિવ ડો. જે. એન સિંહની ઓફિસમાં પણ એક રોબોએ ચા-કોફી આપતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
અમદાવાદ ખાતેના સાયન્સ સિટીમાં મુલાકાતીઓના સ્વાગત અને માર્ગદર્શન માટે ૧પ૦ રોબોટ તૈયાર કરાયા છે. સાયન્સસિટીના કેમ્પસમાં જ રોબોટિક ગેલેરી નિર્માણ પામી રહી છે. આ ગેલેરીમાં મુલાકાતીને પ્રવેશતાંની સાથે જ તેમને રપ ફૂટ ઊંચાે એક મોટો રોબોટ જોવા મળશે. આ ગેલેરીનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જાન્યુઆરીમાં કરે તેવી સંભાવના છે. આ ગેલેરીની ચારે બાજુ એક બેટરીથી ચાલતી ઓટોમે‌િટક કારનો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. રોબોટ ગેલેરીમાં એક રોબો રિશેપ્સનિસ્ટ પણ હશે. આ રોબોટ ગેલેરીમાં એક રોબો પેઇન્ટર પણ રાખવામાં આવશે, જે ગેલેરીમાં આવેલા મુલાકાતીઓનાં પેઇ‌િન્ટંગ બનાવશે. આ રોબોટિક ગેલેરીમાં ૧ર જેટલા રોબોટ સાથે ‘રોબો કાફે’ પણ બનાવવામાં રહ્યું છે. કાફેમાં પ્રવેશતાંની સાથે જ એક રોબોટ વેલકમ કરશે. જ્યારે કોઈ વ્યક્તિ ટેબલ પર બેસશે ત્યારે અન્ય એક રોબોટ આવીને તેની પાસેથી તમે મેનુમાંથી કઇ વસ્તુ ખાવાનું પસંદ કરશો તે પૂછશે. ત્યારબાદ આ રોબોટ ઓર્ડર લઇને કિચનમાં કામ કરતા શેફ રોબોટને આપેલા ઓર્ડરની વસ્તુ બનાવવાનું કહેશે. જ્યારે શેફ રોબોટ દ્વારા બનાવાયેલા તમારા ઓર્ડરને વેઈટર રોબોટ દ્વારા તમને સર્વ કરાવશે. રોબો કાફે ગેલેરી ઉપરાંત રોબો હિસ્ટ્રી ગેલેરી, રોબો સ્પોર્ટ્સ ગેલેરી, બોટ્યુલિટી ગેલેરી, રોબો નાટ્ય મંડળ ગેલેરી સહિત કુલ ૧૧ ગેલેરી બની રહી છે, જેમાં સહેલાણીઓને રોબોની તમામ વિગત મળશે. આગામી મે માસમાં આ ગેલેરી અમદાવાદના નાગરિકો માટે ખુલ્લી મુકાશે. હાલમાં પ્રાયોગિક ધોરણે બે રોબો સર્વિસ ચાલુ કરવામાં આવી છે.