વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતાં બે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરોનો પોલીસે પર્દાફાશ કરતા ૫૪ આરોપીઓની ધરપકડ કરી છે. તમારી ગાડી પોલીસના કબજામાં છે, જેમાંથી ડ્રગ્સ અને બ્લડ સેમ્પલ મળેલ છે. જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે તેમ કહીને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ સાયબર ક્રાઇમે કરતાં પ્રહલાદનગરના પેલેડિયમ કોમ્પ્લેક્સમાંથી ૩૨ લોકોની ઘરપકડ કરી છે ત્યારે અલગ અલગ લોનની લાલચ આપીને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા ૨૨ યુવકોની સોલા પોલીસે શીલજ રોડ પર આવેલા અર્થ એસેન્સથી ઘરપકડ કરી છે. આ સિવાય ગઇ કાલે વિરાટનગરમાં ચાલતાં કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમે દરોડો પાડીને આઠ લોકની ધરપકડ કરી હતી. પોલીસે છેલ્લા બે િદવસમાં ત્રણ કોલ સેન્ટરો પર દરોડા પાડી ૬૨ લોકોની ધરપકડ કરી છે.

પ્રહ્લાદનગરના પેલેડિયમ કોમ્પ્લેક્સમાં કેટલાક શખ્સ બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યાે હતાે અને ૩૨ લોકોની ધરપકડ કરી હતી. તમારી ગાડી પોલીસ કબજામાં છે, જેમાંથી કોકેન અને બ્લડ સેમ્પલ મળેલ છે જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે. તેમ કહીને વિદેશી નાગરિકોને છેતરતા હતા.

સાયબર ક્રાઇમે તેમની પાસેથી ૩૨ કરતાં વધુ કમ્પ્યૂટર, મેજિક જેક અને સ્ક્રીટ તેમજ ડેટા કબજે કર્યો છે. અમેરિકામાં કોઇ નાગરિકની કાર ખોવાઇ હોય તેની માહિતી મેળવી તેને કોલ કરતા હતા અને તમારી ગાડી પોલીસ કબજામાં છે, જેમાંથી ડ્રગ્સ અને બ્લડ સેમ્પલ મળેલ છે જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે તેમ કહીને ચીટિંગ કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન કેટલી ઠગાઇ કરવાની તેની કેટલીક સ્ક્રીપ્ટ પણ જપ્ત કરી છે.

તો બીજી તરફ સોલા પોલીસે શીલજ રોડ પર આવેલા અર્થ એસેન્સ નામના બિલ્ડિંગની એક ઓફિસમાં દરોડા પાડીને ૨૨ લોકોની ધરપકડ કરી છે. અમેરિકન નાગરિકોને કોલ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસના અધિકારી હોવાનું કહીને ટેક્સ ચોરી કર્યાનું ખોટું કારણ આપી ચીટિંગ આચરતા હતા. પોલીસે તેમની ધરપકડ કરીને મેજિક જેક ૨૨ કરતાં વધુ કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગત રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલી અનીલ હોઝિયરી ઇન્ડ્રસ્ટ્રીયલ નામની ફેક્ટરીમાં ત્રીજા માળેથી હાલ સાઈબર ક્રાઈમે આ બોગસ કોલ સેન્ટર પકડ્યું છે. ચોક્કસ બાતમી આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે ફેક્ટરીમાં રેડ કરી હતી. જ્યાં ફેક્ટરીની આડમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હતું. હાલ આ કોલ સેન્ટરમાંથી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ખુદ ફેક્ટરીના માલિક વિક્રમ શુક્લા દ્વારા કોલ સેન્ટર ચલાવવામાં આવતું અને અમેરિકન નાગરિકોને કોલ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસના અધિકારી હોવાનું કહીને નાગરિકને ટેક્સ ચોરી કર્યાનું ખોટું કારણ આપી તેઓને પકડવાની કાર્યવાહી થશે અથવા ત્રણ મહિના જેલમાં રહેવું પડશે તેવું કહીને ડરાવીને પૈસા પડાવતા હતા. આ સિવાય થોડાક મહિના પહેલાં સી.જી.રોડ વિસ્તારમાં આવેલ પોલારિશ બિલ્ડિંગમાં ટેલિકોમ કંપનીની આડમાં ચાલતાં કોલ સેન્ટરને નવરંગપુર પોલીસે પર્દાફાશ કર્યો હતો.

જેમાં નાગાલેન્ડનાં ૧૭ યુવક યુવતીઓ સહિત ૧૯ લોકોની ધરપકડ કરી હતી. આ કોલ સેન્ટરમાં પણ અમેરિકામાં નાગરિકની કાર ખોવાઇ હોય તેની માહિતી મેળવી તેને કોલ કરતા હતા અને તમારી ગાડી પોલીસ કબજામાં છે, જેમાંથી કોકેન અને બ્લડ સેમ્પલ મળેલ છે જો તમારે તમારી જાતને બચાવવી હોય તો પોલીસને ગિફ્‌ટ આપવી પડશે તેમ કહીને ચીટિંગ કરતા હતા.

પોલીસે દરોડા દરમિયાન કેટલી ઠગાઇ કરવાની કેટલીક સ્ક્રીપ્ટ પણ જપ્ત કરી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોલ સેન્ટરના માલિક સહિત ૧૯ લોકોની ધરપકડ કરી છે. ધવલ શાહ અને આલોક કોષ્ટીએ વિદેશી નાગરિકોને કોલ કરવા માટે ૧૭ નાગાલેન્ડના યુવક અને યુવતીઓ રાખ્યાં હતાં.