1થી3 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદના ક્લબo7ના ફોરમ ઓડિટોરિયમ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલના પહેલા એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન દર્શકો ખાસ કરીને બાળકો તરફથી આ ફેસ્ટિવલને ખુબ સારો આવકાર મળ્યો હતો. ફેસ્ટિવલના ત્રીજા અને છેલ્લા દિવસે જ્ઞાનમ, સંદિગ્ધા (કન્નડ), માસાબ, શૉર્ટકટસફારી (હિન્દી) તથા રોલનં. 56 (ગુજરાતી) જેવી ફિલ્મની રજુઆત કરવામાં આવી હતી. માસાબ તથા રોલનં. 56 ફિલ્મના અભિનેતા, નિર્દેશક સહીત તેની ટીમ પણ હાજર રહી હતી. ફેસ્ટિવલ ડિરેક્ટર વિનોદગણાત્રાએ દર્શકો તેમજ બાળકોનો ફેસ્ટિવલને આવકારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ફેસ્ટિવલમાં 7 ભાષાઓની કુલ 17 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ અંગે ફિલ્મ ફેસ્ટિવલના ફાઉન્ડર અને ક્યુરેટર ચેતન ચૌહાણે જણાવ્યું હતું કે, બાળકો માટેની ફિલ્મ્સ આમ પણ ઓછી બને છે. આ ફિલ્મ્સ તેના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી પણ નથી શકતી ત્યારે અમે આ ફેસ્ટિવલનું આયોજન બાળકો સુધી તેમના માટે ખાસ બનાવવામાં આવેલી ફિલ્મ્સ પહોંચાડવા કર્યું છે.આ ફેસ્ટિવલના ડાયરેક્ટર વિનોદ ગણાત્રાએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં દર વર્ષે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજીશું. જેનો ઉદ્દેશ બાળકોને ચિલ્ડ્રન સિનેમાથી વાકેફ કરવાનો છે.