અમદાવાદમાં એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. 15મી ઓગષ્ટે આતંકી હુમલો થવાની ભીતિને પગલે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટનાં પગલે આજથી જ મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં આવશે નહીં.આ સાથે જ વીવીઆઈપીનાં પાસ પણ ઈશ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ એલર્ટ આગામી 20 ઓગષ્ટ સુધી યથાવત્ રાખવામાં આવશે.

એરપોર્ટ પર આવનાર મુસાફરોનું બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર સીઆઈએસએફ દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હવે 15 ઓગષ્ટ આવવા જઇ રહેલ છે ત્યારે સમગ્ર દેશમાં આતંકીઓ કોઇ અમાનવીય ઘટનાને અંજામ ના આપે તેમજ કોઇ પણ પ્રકારનો આતંકી હુમલો ના થાય તેને લઇ શહેરમાં એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરાયેલ છે. તેને પગલે મુસાફરોને પણ ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં નહીં આવે.