બૉલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષોમાં તેમણે તેમની મહેનતના જોરે ખ્યાતિની પ્રાપ્ત કરી છે. જ્યાં સુધી પહોંચવાનું દરેકનું સ્વપ્ન હોય છે. હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર બીગ બીએ તાજેતરમાં એક એવું ટ્વીટ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. બિગ બીએ આ ટ્વીટમાં ખોટા વ્યવસાયમાં આવવાની વાત કરી હતી.વાસ્તવમાં, વેલ્થ ક્રાફ્ટના માલિક મયુર સેજપાલે એમેઝોન, એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ કંપનીઓની કલાક દીઠ કમાણીની વિગતો આપી હતી. આ માહિતી કરોડોમાં છે. અમિતાભ બચ્ચને કમાણીના આ આકડા જોઈને ટ્વીટ કહ્યું- ‘ખરેખર? અમે બધા ખોટી નોકરીમાં છીએ! ‘ બિગ બીના આ ટ્વીટ પછી, સોશિયલ મીડિયા ઉપર ટ્વીટનો વરસાદ થયો હતો.બિગ બીના આ ટ્વીટ પછી, તેમના ચાહકોએ સતત ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું હતું. એક યૂજરે લખ્યું – ‘ચિંતા કરશો નહીં, સરજી, ખુશ રહો. જે તમારું નામ છે તે અમૂલ્ય છે. તેને પૈસાથી ખરીદી શકાતું નથી. આ તમારા જીવનની સૌથી મોટી મૂડી છે. ‘ અત્યાર સુધી બીગ બીની આ પોસ્ટને 576 લોકો દ્વારા ફરીથી પોસ્ટ કરવામાં આવી છે.