મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બુધવારે જણાવ્યું છે કે, તેમણે બિહારના 2100 જેટલા ખેડૂતોનું બાકી દેવું ચુકવવામાં મદદ કરી છે.  76 વર્ષીય અભિનેતા અમિતાભ બચ્ચે આ માહિતી બ્લોગ લગીને સાર્વજનિક કરી છે.

બચ્ચને કહ્યું કે, તેમણે કેટલાક ખેડૂતોને પોતાના નિવાસસ્થાન પર બોલાવ્યા અને પોતાની દિકરી શ્વેતા અને અભિષેકના હાથે એમને ધનરાશિ દાન કરી છે. અમિતાભે બ્લોક પર લખ્યું કે, ‘જે વચન આપ્યું હતું, એ પૂરું કર્યું.’

બિહારના જે ખેડૂતો પર દેવું હતું, એમાંથી 2100 ખેડૂતોની પસંદગી કરવામાં આવી અને એમનું દેવું પણ ચૂકવી દેવાયું છે. આ ખેડૂતોને ‘જનક’ ખાતે બોલાવ્યા હતાં અને શ્વેતા તથા અભિષેકના હાથે એમને અંગત રીતે ધનરાશિ આપવામાં આવી છે.

‘બદલા’ ફિલ્મના અભિનેતાએ કહ્યું કે, એ પુલવામા આતંકી હુમલાના શહીદ પરિવારો સાથે કરેલાં પોતાના વધુ એક વચન પુર્ણ કરવા તૈયાર છે.  અમિતાભે કહ્યું કે, પુલવામામાં જીવ ગુમાવનાર શહીદ પરિવારોને કેટલીક આર્થિક મદદ કરવા માટે અને વચન પૂર્ણ કરવા માટે ફરી એકવાર ‘જનક’ જઈ રહ્યો છું.

‘જનક’ અમિતાભના ઘરનું નામ છે. અમિતાભ બચ્ચને આ પહેલાં ઉત્તરપ્રદેશના 1398 ખેડૂતો અને મહારાષ્ટ્રના 350 ખેડૂતોનું દેવું ચૂકવવા મદદ કરી હતી.