મુંબઈ તેલ-બિયાં બજાર ગુરુવારે નવી માગ પાંખી હતી. ભાવ સૂસ્ત હતા. સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૃ.૯૧૫ થઈ રૃ.૯૧૦ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવ રૃ.૮૬૦ થઈ ૮૫૦થી ૮૫૫ તથા ૧૫ કિલોના ભાવ રૃ.૧૩૮૦ થઈ રૃ.૧૩૬૦ થી ૧૩૭૦ બોલાયા હતા. મુંબઈમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના જેએનપીટીના રૃ.૬૩૦ હતા. વેપારો પાંખા હતા.
રિફાઈનરીઓમાં ડાયરેકટ ડિલીવરીમાં ખાસ કામકાજો ન હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૃ.૫૭૦ હતા. સીપીઓ વાયદાના ભાવ રૃ.૫૭૧.૪૦ રહ્યા પછી ભાવ નીચામાં રૃ.૫૬૮.૩૦ થઈ ગુરૂવારે સાંજે રૃ.૫૬૯ હતા જ્યારે મુંબઈમાં કપાસીયા તેલના ભાવ રૃ.૭૧૦ વાળા ૭૧૨ હતા. કોપેરલના ભાવ રૃ.૧૭૯૦, સન ફલાવરના રૃ.૬૭૫ તથા રિફા.ના ૭૨૫ હતા.
દિવેલના ભાવ એફએસજી કંડલાના રૃ.૮૮૦ વાળા ૮૮૫ હતા. મુંબઈ એરંડાના હાજર ભાવ રૃ.૪૩૨૫ના મથાળે શાંત હતા. દરમિયાન, અમેરિકાથી થતી સોયાબીનની નિકાસ નોંધપાત્ર ઘટી ૭ મહિનાના તળિયે ઉતરી ગયાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં અમેરિકા સામે ગ્રામીણની હરિફાઈ વધ્યાના નિર્દેશો હતા. ઉપરાંત અમેરિકાથી નિકાસ થતા સોયાબીનની ગુણવત્તા અંગે પણ નબળાઈ બતાવતા સમાચારો વિશ્વ બજારમાંથી મળી રહ્યા હતા. આના પગલે અમેરિકામાં રહેતી ચીનની માગને પણ અસર પડી છે. અમેરિકામાં પાથલી મોસમનો કેરી ફોરવર્ડ સિલ્લક સ્ટોક પણ મોટો રહ્યો છે.
આવા સિલ્લક સ્ટોક ત્યાં વધી ૧૨૮ લાખ ટન થતાં ૧૧ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. વિશ્વ બજારમાં સનફલાવર ભાવ કાચા માલોના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૮૦૫થી ૮૨૦ ડોલર બોલાયા હતા.
ઘરઆંગણે મધ્ય-પ્રદેશ બાજુ મથકોએ સોયાબીનના ભાવ રૃ.૩૫૭૫થી ૩૭૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૩૭૦૦થી ૩૭૨૫ હતા સોયાતેલના બાવ ૭૦૫થી ૭૧૦ તથા રિફા.ના ૭૩૭થી ૭૪૨ હતા. મથકોએ આજે સોયાબીનની આવકો આશરે ૫૪થી ૫૫ હજાર ગુણી આવી હતી, એરંડાની આવકો ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ ૨૮થી ૩૦ હજાર ગુણી આવી હતી તથા ત્યાં એરંડાના હાજર ભાવ ગામડાના ૮૨૫થી ૮૩૦ હતા.
મથકોએ આગળ ઉપર આવકો વધવાની આશા જાણકારો  બતાવી રહ્યા હતા. દરમિયાન, એરંડા વાયદાના ભાવ આજે રૃ.૧૭થી ૧૮ ઘટી સાંજે ભાવ ફેબુ્ર.ના ૪૨૫૦ તથા માર્ચના રૃ.૪૩૨૫ બોલાયા હતા.