અમેરિકાના એટલાન્ટા જ્યોરજીયામાં રહેતા મૂળ વડોદરાના રહેવાસી NRIની હત્યા કરવામાં આવી છે. હરિ કૃષ્ણ મિસ્ત્રી અમેરિકામાં પેટ્રોલ પંપ અને સ્ટોર ચલાવતા હતા. શનિવારે તેઓ શોપિંગ કરવા ગયા હતા ત્યાં કેટલાક હફસી શખ્સો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનામાં મૂળ વડોદરાના રહેવાસી હરિ કૃષ્ણ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે કેટલાક શખ્સો લૂટના ઇરાદે શોપિંગ મોલમાં આવ્યા હતા, આ દરમિયાન હરિ કૃષ્ણ મિસ્ત્રી પણ ત્યાં જ હાજર હતા. લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી, બાદમાં પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં હરિ કૃષ્ણ મિસ્ત્રીને ગાળી વાગતા તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. હરિ કૃષ્ણ મિસ્ત્રી વડોદરાની વાડી હનુમાન રહેતા હતા, તેઓ 20 વર્ષ પહેલા જ અમેરિકા ગયા હતા, ત્યારબાદ ત્યાં જ સ્થાઇ થયા હતા. ઘટનાની જાણ વડોદરામાં રહેતા મિસ્ત્રી પરિવારને કરવામાં આવી હતી, સમગ્ર બનાવને લઇને પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.ફરી વાર અમેરિકામાં ગુજરાતીઓને ટાર્ગેટ કરવાની ઘટના સામે આવી છે.