એક વિચિત્ર ઘટનામાં ૪૬ વર્ષના ઘર વિહોણા એક રખડુની પગ દ્વારા એક પ્રવાસી પર કાતરથી હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.ફલારિડાના મયામી બીચ પર જોનાથન ક્રેનશોએ ૨૨ વર્ષના સીઝર ક્રોન્ડો પર બે વાર કાતરથી હુમલો કર્યો હતો અને ત્યાર પછી ભાગી ગયો હતો,

જો કે પાછળથી તેની ધરપકડ કરાઇ હતી.ઉલ્લેખનીય છે કે જોનાથન પોતાના પગથી ચિત્રકામ કરવા માટે જાણીતો છે. દક્ષિણ બીચ પર રખડી રહેલા જોનાથનને અંતે એક શોપિંગ મોલમાંથી પકડી લેવામાં આવ્યો હતો. તેની સામે હુમલાનો કેસ કરાયો હતો.

એક સ્થાનિક સમાચાર પત્ર અનુસાર, જોનાથને કહ્યું હતું કે તે નીચે સુઇ રહ્યો હતો ત્યારે ક્રોન્ડોએ તેના માથામાં ફટકો માર્યો હતો. પોતાના સ્વ બચાવમાં ઘર વિહોણા રખડુ જોનાથને ક્રોન્ડોને બે વાર કાતર મારી હતી. કાતર મારીને તે ભાગી ગયો હતો. ક્રોન્ડો બીચ પર પડી ગયો હતો ત્યારે પોલીસે તેને ઉંચક્યો હતો. તેના ડાબા હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું.

ટર્નર ગુઇલફોર્ડ નાઇટ કરેકશન હોમમાં મૂકાયેલા જોનાથને પોલીસને કહ્યું હતું કે એણે સ્વ બચાવમાં હુમલો કર્યો હતો. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર ક્રોન્ડોના મિત્ર સિન્ડી બેરિએન્ટોસે અધિકારીઓને કહ્યું હતું કે તેઓ જોનાથનને રસ્તા અંગે પૂછી રહ્યા હતા ત્યારે અચાનક જ એણે હુમલો કર્યો હતો. પોલીસને તેણે નશા ર્ક્યો હોય તેવું જાણવા મળ્યું નહતું. જો કે મયામી બીચ પોલીસ વિભાગ અનુસાર તેઓ ઇતિહાસ ગુનાઇત છે. ભૂતકાળમાં પણ એણે ગુનાઓ કરેલા.