અયોધ્યામાં 2005માં થયેલાં આતંકી હુમલા પર મંગળવારે ચુકાદો આવ્યો છે. પ્રયાગરાજની નેની સેન્ટ્રલ જેલમાં ચાલેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પર હુમલાના ષડયંત્રનો આરોપ હતો. તેઓ છેલ્લાં ઘણાં સમયથી નેની જેલમાં બંધ હતા. આ મામલાની સુનાવણી જજ દિનેશ ચંદ્ર કરી રહ્યાં હતા. 5 જુલાઈ 2005માં થયેલાં આતંકી હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. તો કેટલાંક સિક્યોરિટી ગાર્ડ પણ ઘાયલ થયા હતા. આ કેસમાં પાંચ આરોપી ડો ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ, મોહમ્મદ અઝીઝ અને ફારૂક જેલમાં બંધ છે. ચુકાદાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને નેની જેલની સુરક્ષા સઘન કરવામાં આવી હતી.