પ્રશ્ન ઃ તમે અર્થપૂર્ણ જીવનની વ્યાખ્યા શું કરો છો? કોઇ વ્યક્તિ તેના જીવનોને કેવી રીતે પરિપૂર્ણ કરી શકે?
સદ્્ગુરુ ઃ આપણે જે કાંઇ કરીએ તે કોઇકને કોઇક રીતે અન્યના જીવનમાં પણ યોગદાન આપતું હોય છે. જો તમારા કામ દ્વારા સૌ કોઇના જીવનમાં યોગદાનનો આપતી જાગૃત પ્રક્રિયા કેવી રીતે બનાવી શકાય તે તમે જાણી લો તો તમારૂં જીવન અત્યંત અલગ બની રહેશે. કોઇના જીવનમાં યોગદાન અર્થ તમે તમારા વેપારધંધામાંથી કમાવાના નથી તેવો નથી. તમે તમારી આસપાસના લોકોને તમારૂં શ્રેષ્ઠ કેવી રીતે આપી શકાય તે અંગે સતત વિચારો તો તમારા વેપાર ધંધામાં નફો થવાનો જ છે તમારે તેના માટે ચિંતા કરવાની જરૂર જ નથી.
યોગદાન એ કોઇ નાણા કે વસ્તુ સંબંધિત નથી, તે તમે તમારા જીવનનો સંકલ્પ છે. જો તમે તમારા જીવનને યોગદાનમય બનાવો છો તો તમારૂં જીવન સાચા અર્થમાં અર્થપૂર્ણ અને ધ્યાન આપવા લાયક બને છે. કારણ કે તમે જેની કાળજી લોછો તેવું સર્જન તમે કરો છો. તમે જેની કાળજી લેતા હો તેનું સર્જન થાય તો પછી તેવું કામ રોજ રોજ કરવાનો આનંદ અનેરો બની રહેશે. યોગદાન આપવાનું જે પળથી તમે સમજી અને જાણી લો છો તે જ પળથી તમે તમારામાં અનેરા આનંદની અનુભૂતિ કરો છો અને તે સાથે તમારું શરીર અને તમારૂં મગજ તેમની શ્રેષ્ઠતાની હદે કામ કરતા થશે. આ હકીકતને પુરવાર કરતા વૈજ્ઞાનિક અને તબીબી પુરાવા છે. જો તમારું મગજ અને શરીર તેમની પૂર્ણ શ્રેષ્ઠતાથી કામ ના કરે તો શું તમે સફળ થઇ શકશો તેમ તમે માનો છો? તમે શ્રેષ્ઠ તમને હાંસલ કરો તેનું પરિણામ એટલે સફળતા જો આમ થાય તો તમે આનંદની અનુભૂતિની કક્ષામાં હોવાના જ તે પછી તમે આવું વધુ ને વધુ કરતા રહો તે સાથે તમે વધુ ને સારું અનુભવવાના જ છો. તમારી આસપાસના સૌ કોઇમાં યોગદાન કેવી રીતે આપી શકાય તે વિષે જો તમે સતત જોતા રહેશો તો વધુ સારી અનુભૂતિ થવાની જ છે.
પ્રશ્ન ઃ આપણે અહિંયા કેમ છીએ? જીવનમાં આપણો હેતુ કયો તે વિષે તમે શું માનો છો?
સદ્્ગુરુ – જો તમે ભાવોન્માદ કે અત્યાનંન્દમાં લીન હોત તો તમે જીવનના હેતુ વિષે પ્રશ્ન પૂછ્યો હોત? તમે આ પ્રશ્ન પૂરી રહ્યા છો કારણ કે કોઇક ને કોઇક રીતે જીવનનો પર્યાપ્ત સારો અનુભવ નથી. મોટાભાગના માનવી વિચારો, કલ્પના અભિપ્રાય, પૂર્વગ્રહ લાગણીના બોજારૂપ સમુહથી ઘેરાઇ ગયા છે જેનો અર્થ તમારા મનોજગતના નાટકે તમારા જીવનને ઉઠાવી લીધું છે. મોટાભાગનો સમય તમે તમારા જીવન સાથે વિતાવવાના બદલે જીવન અંગે વિચાર્યા કરો છો. તમારે અહિંયા જીવન જીવવા આવ્યા છો, નહીં કે જીવન વિષે વિચારવા. જીવન માટેના તમામ હેતુઅોને શોધ્યા કરવાનો પ્રયાસ ના કરો. તમારું જીવન જેવું છે તે સ્વરૂપના જીવનને જો તમે જાણવા જશો તો તમે જાણી શકશો કે જીવનને કોઇ હેતુની જરૂર જ નથી. જો તમે જીવનને તેના પૂર્ણતમા સ્વરૂપમાં માણશો સમજશો જીવન પોતે જ એક હેતુ છે.
પ્રશ્નઃ સફળતાના શિખર સર કર્યા પછી આપઘાત કરનારા કેટલાક લોકોની વાતો આપણે ઘણી વખત સાંભળીએ છીએ. આધુનિક જીવન આટલું ભારભર્યું, તણાવપૂર્ણ કેમ થયું છે?
સદ્્ગુરુ – આપણે સામાન્યતઃ આપણે શું કરી શકીએ અને જગતમાં આપણે ક્યાં હોઇશું તેના સંદર્ભમાં સફળતાને મૂલવતા હોઇએ છીએ. હું તે રીતે જોઉં છે કે સફળ માણસો, બહુ સફળ નહીં તેવા લોકોની સરખાણીમાં વધુ તણાવપૂર્ણ તથા વધુ સહન કરનારા હોય છે. સફળતાનો અર્થ તમે અન્ય કરતા વધારે સારી ઉંચાઇએ છો. જો કોઇ લાયકાત અને સુસજજ થયા વિના આવી ઉંચાઇએ બેસવા કે પામવા જશે તો સફળતા તેને મારી નાંખશે કે પાડશે. જો કોઇ સામાજીક પ્રવાહ, શૈક્ષણિક લાયકાત કે પારિવારિક પશ્વાધ્્ભૂથી સફળ અને તેને ચોક્કસ સ્તરે લઇ જાય છે તો પછી તેને આવી સતત સફળતાનો અનુભવ થવા લાગતો હોય છે જો તમારે તમારી અન્યોની વધારે ઉંચાઇનો આનંદ માણવો હોય તો તમે સફળતાની સ્થિતિનું નિર્માણ કરતા પૂર્વે તમારી જાતનું જ નિર્માણ કૌશલ વધારો.
પ્રાથમિક સ્વરૂપે કહીએ તો લોકોના તણાવ અને યાતનાને સફળતા કે નિષ્ફળતા સાથે કોઇ લેવાદેવા નથી. તમે જે કામ કરો છો તેના કારણે તમારામાં તણાવ ઉદ્દભવતો નથી પરંતુ તમે તમારા શરીર અને મગજની મૂળભૂત શાખાઅોને કેવી રીતે સંભાળવી તે તમે શીખ્યા નહીં હોવાથી આવો તણાવ આવતો હોય છે. પ્રત્યેક માનવ અનુભવને એક રાસાયણિક પાયો હોય છે. જેને તમે તણાવા જીજ્ઞાસા, ચિંતા, હર્ષોન્માદ કહી શકો છો પરંતુ આ તમામને રાસાયણિક મૂળ હોય છે જ. બાહ્યકલ્યાણ માટે જેવી રીતે વિજ્ઞાન હોય છે. તેવી જ રીતે તમારા આંતરિક રસાયણના સર્જન માટે પણ વિજ્ઞાન છે. તમારામાં શાંતિ પ્રિયતા આનંદિત પણું સાહજિક પણે આવે તેવા યોગ્ય પ્રકારના રસાયણને જન્માવી શકાય તેવી ઘણી બધી પ્રણાલી યોગમાં છે.
પ્રશ્નઃ માનવી કેટલીવખત અસ્તિત્વની કટોકટી કેમ અનુભવતો હોય છે? તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય?
સદ્્ગુરુ – માનવજીવનમાં બધું જ કટોકટી સમાન બની ગયું છે. કિશોરાવસ્થા કટોકટી હતી કારકીર્દિની શોધ પણ કટોકટી, મધ્યવયનું જીવન પણ કટોકટી અને વૃદ્ધાવસ્થા પણ કટોકટી તો પછી માણસ કટોકટીમાં ક્યારે નથી હોતો. જો તમે કટોકટીમાં હો તો તમે તે પળે તમારા શ્રેષ્ઠથી કામ કરો તે મહત્વનું થઇ પડે છે. પરંતુ મોટાભાગના લોકો આવી પળે શરણાગતિ સ્વીકારી લે છે. આવી પળોમાં પણ જો કોઇ પોતાની જાત માટે ચોક્કસ સમય ફાળવી શકે છે તો આવી પળો પણ વીતી જતી હોય છે. જો તમે એમ માનતા હો કે તમે જે કરો છો તે મહત્વનું છે તો તમે તમારી જાતને તે માટે સજ્જ કરી લો. દરેક માણસ આમ કરી શકે માટે ઘણી બધી પદ્ધતિ છે. તમારામાંનું મૂળભૂત જીવન પરિબળ તમારી કાર્ય પદ્ધતિ અને તેના સુધાર માટેનું પણ વિજ્ઞાન અને ટેકનોલોજી છે.
– Isha Foundation