અવકાશક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિઃ સંપૂર્ણ સ્વદેશી સ્પેસ શટલ લોન્ચ થયું

0
699

ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી સતીશ ધવન સ્પેશ સેન્ટરથી માનવીને તથા અન્ય સામગ્રીને અવકાશમાં લઈ જવા માટે ઉપયોગી, સ્વદેશી સ્પેસ શટલનું સફળ પરીક્ષણ કરીને દુનિયાભરમાં ભારતના નામનો ડંકો વગાડી દીધો છે. દુનિયાના ગણ્યાગાંઠ્યા દેશો જ સ્પેસ શટલ લોન્ચિંગની ક્ષમતા ધરાવે છે. ભારતે તો આ દિશામાં એક પગલું આગળ ભરતા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના સ્પેસશટલનું સોમવાર, 23મેએ સફળ પરીક્ષણ કર્યું હતું. અમેરિકન સ્પેસ શટલ જેવું જ દેખાતા આ શટલનું હાલ પ્રાયોગિક ધોરણે પરીક્ષણ કરાયું છે. આ શટલ RLV-TD તરીકે ઓળખાય છે. શટલ પોતાના વાસ્તવિક કદ કરતા લગભગ છ ઘણું મોટું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની પીઠ થાબડી હતી. પરીક્ષણ 10 મિનિટનું રહ્યું હતું.

ઈસરોના જણાવ્યા પ્રમાણે RLV-TD ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેશન અભિયાનોની એક શ્રેણી છે, જેને એક સમગ્ર પુન: પ્રયોગ યોગ્ય યાન ‘ટૂ સ્ટેજ ટૂ ઓર્બિટ (TRTO)જારી કરવાની દિશામાં આ પહેલું પગલું છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડાયરેક્ટર સિવને જણાવ્યું હતું કે RLV-TD નું મૂળ લક્ષ્ય પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહ પહોંચાડવાનું અને યાન પાછું લાવી તેનો ફરીથી ઉપયોગ કરવા લાયક બનાવવાનું છે.

હાઈપરસોનિક ઉડ્ડયન પ્રયોગ તરીકે ઓળખાતા આ પ્રયોગમાં ઉડ્ડયનથી માંડીને પરત પાણીમાં ઊતરવા સુધીમાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો હતો. જોકે આ એક પ્રાયોગિક ટેસ્ટિંગ હતું. આ શટલનું ફાઈનલ વર્ઝન બનાવવામાં ઈસરોને 10 થી 15 વર્ષ લાગશે. સ્પેસ શટલને બંગાળની ખાડીમાં સમુદ્ર કિનારાથી 500 કિમી દૂર ઉતારવામાં આવ્યું હતું. યાનનું વજન 1.75 ટન હતું.

ઈસરોએ સ્પેસ શટલનું સફળ પરીક્ષણ કરવાની સાથો સાથ અનેક નવી ટેક્નોલોજીના પણ દુનિયાને દર્શન કરાવ્યા હતાં. આ સ્પેસ શટલ એવું પહેલું શટલ હતું જે પાંખો યુક્ત હતું. તેવી જ રીતે સ્પેસ શટલને RLV-TD મારફતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વ્હિકલ સ્પેસ શટલને ઓર્બિટમાં છોડી એક એરક્રાફ્ટની માફક ધરતી પર પરત આવવા લાયક બનાવવામાં આવ્યું છે. જેથી કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. હજી સુધી વિશ્વની પ્રખ્યાત સ્પેસ એજન્સી નાસા પણ આ પ્રકારનું વ્હિકલ બનાવી શકી નથી. આ પ્રયોગ સફળ રહેશે તો ઈસરો પોતાના અવકાશ અભિયાનમાં મોટા પ્રમાણમાં નાણાં બચાવી શકશે.

ઈસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે RLV-TDનું લોન્ચિંગ સોમવારે સવારે 6:30 વાગ્યે ઓરિસ્સાના શ્રીહરિકોટા ખાતેથી કરવામાં આવ્યું હતું. અમેરિકન સ્પેસ શટલની માફક દેખાતા ડબલ ડેલ્ટા પાંખોવાળા યાનને એક સ્કેલ મોડલના રૂપમાં પ્રયોગ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. સ્પેસ શટલનું સફળ લોંચિંગ થતા જ ઈસરોના વૈજ્ઞાનિકોની ખુશીઓનો પાર ન રહ્યો હતો. આ પ્રક્ષેપણને ભારતવાસીઓએ પણ વધાવી લીધું હતું. સાથો સાથ દુનિયાના તમામ દેશોએ ભારતની આ સફળતાની નોંધ લીધી હતી. ઈસરો પર રીતસરનો અભિનંદનનો મારો શરૂ થઈ ગયો હતો.

ઈરાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાને કહ્યું હતું કે ભારતના પહેલા સ્વદેશી અવકાશ યાન RLV-TDનું લોંન્ચિંગ આપણા વૈજ્ઞાનિકોની મહેનતું પરિણામ છે. ગતિશીલતા અને સમર્પણની સાથો સાથ આપણા વૈજ્ઞાનિકો અને ઈસરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં કામ કર્યું છે તે અસાધારણ અને ખુબ જ પ્રેરણાદાયક છે. તેવી જ રીતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ ઈસરો અને તેના વૈજ્ઞાનિકોની પીઠ થાબડી હતી.

સ્પેશ શટલઃ નામ પ્રમાણે જ અવકાશમાં શટલની જેમ ફેરા કરી શકે એવું વાહન એટલે સ્પેસ શટલ. અમેરિકા-રશિયા વચ્ચે અવકાશમાં પહોંચવાની સ્પર્ધા ઝડપી બન્યાં પછી અમેરિકાએ પૃથ્વીના વાતાવરણમાં પુન: સલામત રીતે પ્રવેશી શકે એવા વાહનો બનાવવા માટે સ્પેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નામનો પ્રોગ્રામ ઘડ્યો હતો, જે પાછળથી સ્પેસ શટલ પ્રોગ્રામ તરીકે ઓળખાયો. ૧૯૮૧થી માંડીને ૨૦૧૧ સુધીના ૩ દાયકામાં નાસાએ શટલ દ્વારા ૧૩૫ જેટલી અવકાશી ખેપ મારી હતી.

LEAVE A REPLY

five + 15 =