એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે નેશનલ એનક્વાઇરર ટેબલોઇડ પર બ્લેકમેલ અને ત્રાસ આપવાનો આરોપ લાગાવ્યો છે. બેઝોસે જણાવ્યું હતું કે, નેશનલ એનક્વાઇરરના વકીલે મારી અને પૂર્વ ટીવી એન્કર લોરેન સાંચેઝના અશ્લીલ ફોટા સાર્વજનિક કરવાની ધમકી આપી છે. તેમના મતે ટેબલોઇડે ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તેઓ સાઉદીના પત્રકાર ખોશોગીની તપાસ રોકશે નહી તો તેમના ખાનગી ફોટા લીક કરી દેવામાં આવશે. મેગેઝીનના વકીલે મારા વકીલને ઇ-મેલ મોકલીને ધમકી આપી હતી.

બેઝોસે જણાવ્યું હતું કે, નેશનલ એનક્વાઇરરે તેમના અને સાંચેઝના ખાનગી મેસેજ અને ફોટા કેવી રીતે મળ્યા. મેગેજીન પબ્લિશરે જણાવ્યું હતું કે, અમે આ અંગે તપાસ કરી રહ્યા છે. બેઝોસે ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, નેશનલ એનક્વાઇરરના પબ્લિશર એમરિકન મીડિયા ઇન્ક.(એએમઆઇ) ઇચ્છે છે કે, હું સાર્વજનિક રીતે જણાવું કે, મારા છૂટાછેડા અને સાંચેઝના સંબંધના કવરેજ પાછળ કોઇ રાજકીય ઉદ્દેશ નહતો. એએમઆઇના કવરેજને બેઝોસના સિક્યોરિટી ચીફે ગત દિવસોમાં રાજકારણ પ્રેરિત ગણાવ્યું હતું.

નેશનલ એનક્વાઇરર ટેબલોઇડે ગત માસમાં ખુલાસો કર્યો હતો કે, બેઝોસના પૂર્વ ટીવી એન્કર લોરેન સાંચેઝ સાથે સંબંધ હતા. આ જ કારણે તેમના તેમની પત્ની સાથે છૂટાછેડા થયા હતા. ધ એનક્વાઇરરે જણાવ્યું હતું કે, 4 માસમાં તેમની ટીમે બેઝોસને 5 રાજ્યોમાં 40,000 માઇલ સુધી ટ્રેક કર્યા હતા. ટેબલોઇડે આ અંગે પુરાવા હોવાનો પણ દાવો કર્યો કે, બેઝોસ 455 કરોડ રૂપિયાના પોતાના પ્રાઇવેટ જેટમાં સાંચેઝને કેટલાક શહેરોમાં લઇ ગયા હતા. મેગેઝીનમાં બેઝોસ અને સાંચેઝના ડેટિંગના ફોટા પણ છાપ્યા છે.

મેગેઝીને દાવો કર્યો હતો કે, ગત માસમાં બેઝોસે સાંચેઝને અનેક આપત્તિજનક ફોટા અને મેસેજ મોકલ્યા હતા. બેઝોસે એએમઆઇ પર પત્રકારત્વ વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. બેઝોસ નથી ઇચ્છતા કે તેમના ખાનગી ફોટા પ્રકાશિત થાય. પરંતુ તેઓ એએમઆઇના બ્લેકમેલિંગ, રાજકીય પક્ષપાત અને ભ્રષ્ટાચારમાં સામેલ થશે નહી. બેઝોસે જણાવ્યું હતું કે, તો આની વિરુદ્ધ લડવાનું પસંદ કરશે.