કેરાલાના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓએ દર્શન કરીને હજારો વર્ષ જુની પરંપરા તોડી છે. ભારે વિરોધ વચ્ચે 50 વર્ષથી ઓછી વયની બે મહિલાઓએ મંદિરમાં ગઈકાલે અડધી રાતે દર્શન કરવા પગથિયા ચઢવાના શરુ કર્યા હતા અને તેઓ સવારે 3.45 વાગ્યા સુધીમાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગઈ હતી.બિંદુ અને કનકદુર્ગા નામાની મહિલાઓની સાથે પોલીસ પણ હતી. જોકે સાથે એ પણ હકીકત છે કે મહિલાઓના આ કૃત્યના કારણે કેરળમાં લાખો હિન્દુઓની લાગણી દુભાઈ છે.આ વિવાદ વધારે વકરે તેવી આશંકાથી મંદિરને બે દિવસ માટે બંધ કરી દેવાયુ છે.