12મા ICC વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાસમર માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી. ટીમમાં ઋષભ પંતને જગ્યા આપવામાં આવી નથી. દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. વર્લ્ડકપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમવામાં આવશે. BCCIએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ ખેલાડીઓના નામ જાહેર કર્યા જેને વર્લ્ડકપની તક મળી છે.વર્લ્ડકપ ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે પરંતુ BCCIએ આઠ દિવસ પહેલા જ ટીમનું એલાન કર્યુ છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની(વિકેટ કિપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો. શમી. રવિન્દ્ર જાડેજા.