આગામી ડિસેમ્બર માસમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે મંગળવારે જાહેર થશે અને  ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ પણ થઇ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર છે. આથી મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા 16મીએ તેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરાશે.પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની ચૂંટણી યોજાવાની નથી. એ સિવાયનાં બાકીના ૧૯ જિલ્લાઓમાં કુલ ૮૯ બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૃચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાનું મતદાન ૯મી ડિસેમ્બરના શનિવારનાં રોજ થવાનું છે.   ગાંધીનગર ખાતેનાં સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નંબર-૬, બીજે માળે, સચિવાલય ખાતે રૃબરૃમાં પણ ફરિયાદ આપી શકાશે. બીજા તબક્કાનું જાહેરનામું ૨૦ નવેમ્બરથી બહાર પડશે.