પ્રશ્ન: મંદિર અને પવિત્ર સ્થળો પર પૂજામાં કુમકુમ, ચંદન અને વિભૂતિ(ભસ્મ) શા માટે આપવામાં આવે છે? તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?.
સદગુરુ: અમુક પદાર્થો એવાં હોય છે, જે અન્ય પદાર્થો કરતાં વધુ ઝડપથી ઊર્જા એકત્રિત કરે છે. જેમ કે એક સ્ટીલનો સળિયો, થોડી વિભૂતિ અને એક માણસ, આ બધું મારી બાજુમાં જ છે. તેઓ મારી પાસેથી અલગ-અલગ પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત કરે છે. તમામની પાસે સમાન તક છે પણ બધા એ ઊર્જાને સમાન રીતે શોષી કે જાળવી શકતા નથી..
અમુક પદાર્થો એવા પદાર્થો તરીકે ઓળખાય છે, જે સરળતાથી ઊર્જા એકત્રિત કરી શકે છે અને જાળવી પણ શકે છે. વિભૂતિ અત્યંત સંવેદનશીલ છે. તમે સરળતાથી તેમાંથી ઊર્જા મેળવી શકો છો અને તે ઊર્જા કોઈને આપી પણ શકો છો. કુમકુમ પણ તેવું જ છે. ચંદન પણ અમુક અંશે આ ગુણ ધરાવે છે, પરંતુ હું વાહકતાના સંદર્ભમાં ચોક્કસ પણ વિભૂતિને પ્રથમ ક્રમે મુકીશ. .
ઘણાં ખરાં મંદિરોમાં, ખૂબ જ શક્તિશાળી પ્રાણવાયુની અનુભૂતિ થતી હોય છે. આથી આ પ્રકારના પદાર્થ ત્યાં થોડા સમય માટે રાખવામાં આવે છે, જેથી આ પદાર્થોમાં પણ તે ઊર્જાનો ચોક્કસ જથ્થો એકત્રિત થાય. મૂળ વિચાર એને વેચવાનો છે માટે ત્યાં આવતા દરેકને આ પદાર્થ આપવામાં આવે છે. જો તમે સંવેદનશીલ હશો તો, ત્યાં હોવાના કારણે તમે આ ઊર્જા પોતાના માટે એકત્રિત કરી શકશો. જો તમે સંવેદનશીલ નથી, તો તમારે આવું કંઈક આપવું પડે છે. .
કુમકુમ કેવી રીતે બને છે?.
કુમકુમના રંગથી ભ્રમિત થશો નહીં. કુમકુમ હળદર અને ચુનાના મીશ્રણથી બને છે. લિંગ ભૈરવીમાં આજે પણ આ બે પદાર્થોનો ઉપયોગ કરી કુમકુમ બનાવવામાં આવે છે. કમનસીબે ઘણાં સ્થળોએ તે માત્ર રાસાયણિક પાવડરના રૂપમાં મળે છે. હળદરના અસાધારણ ફાયદા છે. આપણી સંસ્કૃતિમાં હળદરના અગણિત ગુણ અને ફાયદાના કારણે હળદરને શુભ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે. .
આપની જીવનની પ્રક્રિયા આપણાં શરીર, મગજ અને ઊર્જાની પ્રક્રિયા પર નિર્ભર કરે છે, એની આજુ-બાજુની વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. આ સંસ્કૃતિમાં અમે એ ટેકનીકને નિર્ધારિત કરી છે કે કઈ વસ્તુનો ઉપયોગ કરી ઊર્જાનો સંચાર ચોક્કસ દિશામાં કરી શકાય છે. પરંતુ હાલના સમયમાં મોટા ભાગની સ્ત્રીઓ કુમકુમના સ્થાને પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. તમે વિભૂતિ, કુમકુમ, હળદર, અથવા તમે ન ઇચ્છો તો કશું જ ન લગાવો તે ચાલશે. પણ પ્લાસ્ટિક તો ન જ વાપરો. પ્લાસ્ટિકના ઉપયોગનો અર્થ છે કે તમે તમારી ત્રીજી આંખ બંધ કરી નાખી છે અને તમે એને ખોલવા પણ માગતા નથી!.
મહિલાઓ કુમકુમ શા માટે લગાવે છે?.
પ્ર: શા માટે વિવાહિત સ્ત્રીઓએ માથે કુમકુમ લગાવવું જોઈએ? એનો શું મહત્વ શું છે?.
સદગુરુ: મહત્વની વાત એ છે કે કુમકુમ હળદરમાંથી બને છે. તેને લગાવવાથી સ્વાસ્થ્યના ફાયદા સાથે અન્ય અનેક ફાયદા પણ થાય છે. આ સાથે કુમકુમને સમાજમાં એક સામાજિક પ્રતીક તરીકે પણ ગણવામાં આવે છે. જો કોઈ સ્ત્રીએ કુમકુમ લગાવ્યું હોય, તો તેનાં લગ્ન થયેલાં છે તેવો સંકેત મળે છે. જેથી સ્રીએ દરેકને જાણ કરવાની જરૂર રહેતી નથી કે તે પરિણીત છે. પશ્ચિમી સંસ્કૃતિમાં જો કોઈ સ્ત્રીએ હાથમાં વીટીં પહેરી હોય, તો તેણે પરિણીત માનવામાં આવે છે. આ બધાં પ્રતીકો છે. અહીંયાં મહિલા પગે માછલી પહેરે અને સિંદુર લગાવે, તેનો અર્થ થાય કે તે વિવાહિત છે. આ સ્ત્રીની અન્ય જવાબદારીઓ છે. સામાજિક ધોરણે આ એક એવી પરિસ્થિતિનું આયોજન કરવાની રીત છે, જ્યાં સ્પષ્ટ સંકેતો બનાવવામાં આવ્યા છે, જેથી સમાજમાં કોણ, શું છે, તેને સમજી શકાય.
– Isha Foundation