ભારતીય વસ્તીનો મોટો હિસ્સો ભગવાન રામની આરાધના, પૂજા, અર્ચના કરે છે. પરંતુ રામના જીવનની પરિસ્થિતિઅો ઉપર જો નજર માંડવામાં આવે તો લાગે છે કે તેમનું જીવન સતત શ્રેણીબદ્ધ દુર્ઘટનાઅોનો સામનો કરવામાં જ વીત્યું હતું. રામને તેમના જન્મસિદ્ધ અધિકાર સમાન રાજગાદી છોડી વનવાસ વેઠવો પડ્યો, વનવાસ દરમ્યાન તેમના પત્નિ (સીતા)નું અપહરણ કરાયું અને પત્નિને છોડાવવા માટે રામ જે ન હતા ઇચ્છતા તે ભીષણ યુદ્ધ પણ લડવું પડ્યું વનવાસ પૂરો કરી ઘેર પાછા ફરેલા રામને પત્નિ માટે અયોગ્ય મેણાંટોણાં સાભળવાના થતા તેમણે પત્નિને બે બાળગર્ભ અવસ્થામાં આશ્રમમાં મૂક્યા. આટલું અોછું હોય તેમ અશ્વમેઘ યજ્ઞ કરાવતા રામે તેમના પુત્રો સામે અજાણતાં જ લડવું પડ્યું. છે્ છેવટે પત્નિ પણ ગુમાવનાર રામનું સમગ્ર જીવન દુર્ઘટનાગ્રસ્ત રહ્યું હોવા છતાં શા માટે લોકો રામની પૂજા કરે છે?
રામનું મહત્વ તેમણે વેઠવી પડેલી પ્રતિકૂળ પરિસ્થિતિઅો નહીં પરંતુ કપરા સમયમાં પણ રામે આચરેલા ગૌરવપ્રદ અને સંસ્કારપૂર્ણ આચરણના કારણે તેમના પ્રતિ શ્રદ્ધેય આદરભાવ વ્યક્ત કરવામાં આવે છે. રામે તેમના જીવનકાળ દરમ્યાન ક્યારેય કોઇના પણ પ્રતિ દુર્ભાવ, આક્રોશ, શ્રાપભાવ દર્શાવ્યો હોય તેવું કાંઇ સાંભળવા મળતું નથી. ટૂંકમાં કહીએ તો રામે આપમેળે જ સંસ્કારપૂર્ણ અભિગમ અપનાવી અને તેનું આચરણ પણ તેવા જ ભાવ કર્યું હતું.
આથી જ મૂક્ત અને ગૌરવપ્રદ જીવન ઇચ્છનારા રામને અનુસરે છે કારણ કે તેઅો સમજે છે અને તેટલું ડહાપણ ધરાવે છે કે બાહ્ય પરિસ્થિતિ તો ગમે તે પળે વિક્ટ બની શકે છે. ગમે તેટલું સઘન આયોજન કરવા છતાં પણ બાહ્ય પરિસ્થિતિ ગમે ત્યારે વિક્ટ બની શકે છે. તમે બધી પરિસ્થિતિને પહોંચી વળવાનું આયોજન કર્યું હોય પરંતુ જો અોચિંતું જ ભયપ્રદ વાવાઝોડું આવે તો તમારા ઘરબાર બધું જ નાશ પામી શકે છે. અરે, મારી સાથે આવું થશે જ નહીં તે જીવન જીવવાનો મૂર્ખામીપૂર્ણ માર્ગ છે. આવું કાંઇ પણ થાય તો પણ ગૌરવપ્રદ અને સંસ્કારપૂર્ણ વાણી, વર્તન, વ્યવહાર યથાવત્ રહે તે જ જીવન જીવવાનો સાચો માર્ગ છે. ઘણા લોકો રામ જેવા બનવા મથે છે. કારણ કે આ લોકો રામના જીવનમાં ભારોભાર સંસ્કારિતા, સૌજન્ય, ડહાપણના ભાવ જૂએ છે.
હકીકતમાં આધ્યાત્મિક માર્ગને અનુસરનારાઅોમાં પણ દુર્ઘટનાને માંગવાની પરંપરા છે. ઘણા અધ્યાત્મિક્તા વાંચ્છુઅો સામે ચાલીને તેમના જીવનમાં અપ્રિય ઘટના બને તેમ માંગતા હોય છે. કારણ કે આવી વિકટ પરિસ્થિતિમાં મૃત્યુ પૂર્વે તેઅો સ્વયંને ચકાસી જોવા માંગે છે. આમ જોવા જઇએ તો બધું બરાબર હોય છે. પરંતુ જે સમયે તમે જેને વાસ્તવિકપણે સમજી સ્વીકારી ચૂક્યા હો તે તમારા હાથમાંથી સરકવા લાગે તે પળે તમે તમારા સ્વયંનો કાબુ ગુમાખતા હો છો અને આથી લોકો દૂર્ઘટનાને પણ ઇચ્છતા હોય છે.
દૃષ્ટાંતરૂપે લઇએ તો અક્કા મહાદેવી રાજાને પરણ્યા હતા પરંતુ તેણી નાનપણથી શીવને સમર્પિત હતા. તેણી શીવને કહેતા રહેતા કે હે શીવ, મને ભૂખ લગાડ પણ મને ખાવાનું ના મળે તેની તકેદારી રાખજે જો ભૂલેચૂકે મને ખાવાનું મળે તો હાથમાંથી કોળિયો નીચે પડી જાય અને હું કોળિયો ઉઠાવું તે પહેલાં ભખ્યો કૂતરો તેને ખાઇ જાય તેની ચોકસાઇ કરજે, શીવ, મને બધી પરિસ્થિતિમાંથી પસાર કરાવજે જેથી કરીને બહારની ગમે તેવી વિક્ટ પરિસ્થિતિમાં પણ સંસ્કારપૂર્ણ આચરણ કરવાનું હું શીખી શકું સમર્પણનું આ ઉદ્દાત સ્વરૂપ છે. તમારે સદા તત્પર તૈયારી ભાવ જોઇએ છે. જ્યારે જવાનો સમય આવે છે ત્યારે તમે કોઇ ચૂક નથી ઇચ્છતા કારણ કે આ જ એ પળ છે જેને તમારે ગૌરવપૂર્ણ રીતે સંભાળવવાની જરૂર છે.
રામને તેમને જીવનમાં મળેલી સફળતાઅોના કારણે લોકો તેમને પૂજે છે તેવું નથી. રામની પૂજા, અર્ચના અને તેમના તરફનો આદરભાવ તેમણે (રામ) કપરી પળોમાં પણ જાળવી રાખેલા સંસ્કારપૂર્ણ આચરણના કારણે છે. તમારા જીવનમાં ક્યારે કેટલી વિડંબણા આવી કે ના આવી તે મહત્વનું નથી ગમે તે પરિસ્થિતિમાં તમે તમારી જાતને ક્યા ભાવે સંભાળી તે મહત્વનું છે.
શું આનો અર્થ આપણે આપણા જીવનનું વ્યવસ્થિત આયોજન નહીં કરવાનું તેમ કહેવાનો છે? ના આપણે આપણી આસપાસના તમામનું સારી રીતે આયોજન કરી તે તમામ માટે સારૂં છે જો પરિસ્થિતિ સુઆયોજીત હોય તો તેનાથી મને અદ્્ભૂત આનંદની અનુભૂતિ થાય છે તે જરૂરી નથી પ્રત્યેક પરિસ્થિતિમાં મારૂં આચરણ સંસ્કારપૂર્ણ રહે તો જ મને આનંદ થશે. તમે તો જે તે સ્થિતિનું સંચાલન કરો છો કારણ કે તમને સૌ કોઇના કલ્યાણની ચિંતા છે.
રામે પણ તેમના જીવનમાં પરિસ્થિતિઅોને સંભાળવા પ્રયાસ કર્યો હતો પરંતુ દર વખતે તે તેમ કરી શક્યા ન હતા. કપરા સમયમાં ઘણી ચીજો કાબુ બહાર ગઇ પણ હતી પરંતુ મહત્વની વાત છે કે રામે હંમેશા ગૌરવપૂર્ણ આચરણ કર્યું હતું આધ્યત્મિક બનવા આ મૂળભૂત આવશ્યક્તા છે જો તમારે તમારી જાતને પુષ્પમાંથી અત્યંત સુગંધીદાર પુષ્પના પરિસરમાં પરિવર્તનના થવું હોય તો તમારે સતત ગૌરવપ્રદ વાતાવરણ સર્જવું રહ્યું.
– Isha Foundation