કેટરિના કૈફ રિસન્ટલી એક શોમાં અપીયર થઈ હતી. આ ટીવી ચેટ શોમાં કેટરિનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના ખાસ ફ્રેન્ડ્સ અને તેના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, અલી એક એવી વ્યક્તિ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં તેને સૌથી સારી રીતે સમજે છે. એક વીડિયો મેસેજ દ્વારા તેનો એક ખાસ ફ્રેન્ડ આમિર ખાન પણ અપીયર થયો હતો. આમિરની સાથે કેટરિના ‘ધૂમ 3′ અને ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’માં જોવા મળી હતી. તેઓ બંને સારા ફ્રેન્ડ્સ છે. કેટરિના અને તે એકબીજાને ચેસ ચેલેન્જ આપતા રહેતા હતા. આમિરે કહ્યું હતું કે, ‘એક ચેસ ચેલેન્જ અનુસાર અમારી બંને વચ્ચે ચેસ ગેમ થાય. જો કેટરિના એ ગેમમાં હારી જાય તો તેણે મારી સાથે બાન્દ્રાસ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવવું પડે અને ત્યાં જઈને તેણે દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ ગાવું પડે. બાન્દ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનનું ઘર છે. એક સમયે સલમાન અને કેટરિના વચ્ચે અફેરની અફવા હતી. જોકે, એના પછી રણબીર કપૂરની સાથે કેટરિનાનું લવ અફેર શરૂ થયું હતું. હવે તેમના બ્રેક-અપ બાદ આ એક્ટ્રેસ ફરી સલમાનની ખાસ દોસ્ત બની છે.