વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના બદાયૂં તે સમયે સમાચારો છવાયેલું રહ્યું હતું જ્યારે બે છોકરીઓની લાશ ઝાડ પર લટકતી મળી હતી. 14 અને 15 વર્ષની બે સાવકી બહેનો 27 મે 2014ની રાત્રે પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ચારેયતરફ ભય છવાઇ ગયો હતો જેના ઘરમાં છોકરીઓ હતી, તેમના મા-બાપની રાતની ઉંઘ હરામ થઇ ગઇ હતી.
દેશના એક રાજ્યમાં થયેલી આ ઘટનાથી સરકાર સામે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા હતા. ક્રાઇમની આ રૂવાડાં ઉભા કરી દેનાર પ્રથમ સત્ય ઘટનાને ફિલ્મમાં ઢાળીને પડદા પર ઢાળીને મોટા પડદા પર લઇને આવ્યા છે ડાયરેક્ટર અનુભવ સિન્હા. રિલીઝ પહેલાં જ ફિલ્મે ખૂબ પ્રશંસા મેળવી લીધી હતી પરંતુ આજે રિલીઝ થયેલી આ ફિલ્મને જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલાં જાણી લો તેની કહાની. ઉંચ-નીચ જાતિના નામ પર વર્ષોથી લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા છે અને તેનું સૌથી મોટું નુકસાન સ્ત્રીઓને ભોગવવું પડ્યું છે.
‘આર્ટિકલ 15’ની કહાની 2014માં બદાયૂં ગેંગરેપ પર આધારિત છે. દેશના સંવિધાનના ‘આર્ટિકલ 15’માં સમાનતાનો અધિકાર લખવામાં તો આવ્યો છે પરંતુ આજદિન સુધી તે મળી શક્યો નથી. ફિલ્મ શરૂ થાય છે બે છોકરીઓના મર્ડર અને ગેંગરેપની તપાસનો દૌર. આયુષ્માન ખુરાના તેમાં આઇપીએસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. નાત-જાતના કુંડાળામાં ફસાયેલી વિચારસણીમાંથી કેવી રીતે એક પોલીસ ઓફિસર દરેક પ્રકારના પ્રયત્નો કરીને તેને ન્યાય અપાવે છે, તેના સ્ટ્રગલની વાર્તા છે ”આર્ટિકલ 15”. એક્ટર આયુષ્માન ખુરાના પોતાની દરેક ફિલ્મ બાદ સાબિત કરી દે છે કે તેમનું ટેલેન્ટ હવે જજ ન કરી શકાય. કડક પોલીસ અધિકારીની ભૂમિકામાં આયુષ્માને જે બહાદુરી સાથે પાત્રને ન્યાય આપ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. ફિલ્માં તેમની સાથે બાકીના બધાના પાત્રોએ પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે.