પ્રશ્નઃ બાળક તરીકે મારામાં દરેક બાબતે આશ્ચર્યની પ્રબળ લાગણી હતી. આજના બાળકોમાં હું આવી લાગણી અનુભવતો નથી. આજના સમયમાં આશ્ચર્યની ચોક્કસ જ લાગણી કોઇ કેવી રીતે જાળવી શકે?
સદ્્ગુરુ ઃ આજના બાળકોમાં આશ્ચર્યની લાગણીનું સ્થાન “www” દ્વારા લેવાયું છે. આજના બાળકો છ વર્ષના થતાં પૂર્વે જ સમગ્ર બ્રહ્માંડને જાણતા થઇ ગયા છે.
આજના આધુનિક વિજ્ઞાને અસામાન્ય હદે સંશોધન અને વિકાસને સાધ્યા છે. અગાઉ આપણે જેને શકયતાની સીમામાં પણ વિચારી શકતા ન હતા તે તમામ ક્ષેત્રમાં વિજ્ઞાનનો પગપેસારો થયો છે. અને કશું જ અશક્ય નથી તે સાબિત થયું છે. હું છત ઉપર બેસીને રાત્રિના સમયે આકાશદર્શન કરતાં કરતાં તારા ગણવા મથતો હતો. 1700 સુધી પહોંચ્યો અને બધું ભેગું થઇ ગયેલું લાગ્યું, આકાશમાં તે પછી કશું જ ના હોય અથવા જે ન હતું તે દૃશ્યમાન લાગ્યું આ પોતે જ આશ્ચર્ય હતું, આજના વિજ્ઞાનીઅો 100 અબજ ગેલેક્સી વિષે તમને જણાવે છે માત્ર તારાઅો નહીં 100 અબજ ગેલેક્સી.
તમે કાંઇ શોધો અને તમે જાણો છો તેમ તેમ આશ્ચર્ય પણ વધતું જવાનું કારણ કે તમે અસ્તિત્વના સ્વરૂપને જાણવા લાગો છે. વિજ્ઞાનીઅો હાલમાં એટલી હદે તીવ્ર આભાસી લાગણીશીલ થઇ ગયા છે કે કઇ દિશામાં જવું તે જાણતા નથી કારણ કે તેઅો જ્યાં પણ જાય છે. ત્યાં તેમને અગાઉ કરતાં વધારે ઊંડાણ લાગે છે. તમારા ચહેરાની ચામડીની જ વાત કરીએ તો તે અબજો રચનાગત અણુઅોનું સંગઠ્ઠિત તંત્ર છે. તમે જીંદગી કે જીવનના ઊંડાણમાં જેમ જેમ ખૂંપતા જાઅો છો તેમ તેમ તમારામાં આશ્ચર્યોનો વિસ્ફોટ થતો અનુભવાશે.
આશ્ચર્યની લાગણી કે ભાવના જતી રહી છે. કારણ કે જેને આપણે જ્ઞાન કહીએ છીએ તે જીંદગી અંગેનું મૂર્ખામીભર્યું તારણ છે આજના માણસો તેમના ધ્યાનની ખાધને લાયકાતની માફક લે છે. આજનું અસ્તિત્વ તમે જેના તરફ પર્યાપ્ત ધ્યાન આપો છો તેટલું જ તમને આપે છે. પરંતુ લોકો એવા થઇ ગયા છે તેઅો કશા તરફ ધ્યાન જ આપતા નથી. આવા સંજોગોમાં કોઇ આશ્ચર્ય નહીં, તારણો જ તમારા મગજમાં રહેશે. તમારા મગજમાં એક પાત્રીય નાટક કે લાંબુ લચ ભાષણ ચાલે રાખે છે. તેમાં માન્યતાને કોઇ સ્થાન નથી અને જો કોઇ માન્યતા ના હોય તો તમારા મગજમાં કે માથામાં ચાલતો ઘોંઘાટ અટકી જ જવાનો જો તમે કશાકને સંપૂર્ણ સંુદરતા તથા ખેંચાણ અનુભવાવતા ભાવ સાથે જોશો તો બધું જ અટકી જાય છે.
લોકો આજ કારણે સિનેમાનો આનંદ માણે છે. લાઇટો બંધ થાય છે. અને 90 મિનિટ સુધી સૌ કોઇનું ધ્યાન સિનેમા ઉપર ધ્યાન કેન્દ્રીત થાય છે. આ સમયમાં એકપાત્રીય વિચારધારા કેંદ્રીત ધ્યાન હટીને બીજું જ કાંઇ થાય છે હવે શું થશે તે ખબર નહીં હોઇ સૌનું ધ્યાન સિનેમા ઉપર કેન્દ્રિત થયેલું રહે છે મહત્વની વાત તે છે કે તમારું ધ્યાન સતત રોકાયેલું કે કેન્દ્રિત થયેલું રહે છે. સિનેમા હોલમાં જઇને તે દિવસે કાંઇ થયાની લાગણી અનુભવાય છે. જો તમે લાઇટ ચાલુ રાખી સિનેમા જોશો તો તેટલી અસરકારક નીવડશે નહીં સિનેમા જોતાં જોતાં જો કોઇ તમારી સાથે વાત કરતું હોય તો પણ તે પણ અસરકારક નીવડશે નહીં પડદા ઉપર જે કાંઇ જોવાય છે તે નહીં પરંતુ તમારું ધ્યાન જ આવો ફેરફાર કે તફાવતને લાવે છે પડદાઉપર જે કાંઇ દર્શાવાય છે તે તમારું ધ્યાન ખેંચવા માટે જવાબદાર છે પરંતુ તે પછી સતત કેન્દ્રીત રહેતું તમારું ધ્યાન પડદા ઉપરની રજુઆત શું છે તેની અનુભૂતિ કરાવે છે. ધ્યાનની આ પ્રારંભિક અવસ્થાને ધરના કહે છે
બાળકો કશાક ઉપર સતત ધ્યાન આપે તેવા દિશાવળાંક દરેક શાળાએ લાવવા જોઇએ આવું સતત ધ્યાન સંગીત કે નૃત્યના વિષય માટે પણ આપી શકાય. તમે સતત ધ્યાન ના આપો તો તમે સંગીત કે નૃત્યના કરી શકો. તમે ધ્યાન આપ્યા વિના પરીક્ષા પાસ કરી શકો છો. તમે જાણો છો આપણે ઇશા હોમ સ્કૂલ ચલાવીએ છીએ જે આજની મોટાભાગની શાળાઅોથી અલગ જ છે. એક દિવસ હું શાળાના એસેમ્બલી હોલમાં ગયો અને મેં જોયું કે છ થી સાડા છ વર્ષના ચંચળ બાળકો એક સ્થળે સ્થિરતાથી બેસી શકતા ન હતા. મેં સાદી તરકીબ અપનાવી અને બધાએ દરરોજ 15 મિનિટ ‘સા રે ગ મ પ ધ ની સા’ ગાવાનું ફરજિયાત બનાવ્યું. બે જ મહિના પછી બધા બાળકો સ્થિરતાથી બેસતા જોવા મળ્યા ધ્યાન કેન્દ્રીત કરવાથી આમ થઇ શકે.
જો તમે બાળકોને અંધારામાં જંગલમાં ચલાવો તો તમે ધ્યાન આપવાની તેમની ક્ષમતા જોઇ શકશો તેટલું જ નહીં બાળકોની આશ્ચર્યની લાગણી પણ જાગી ઉઠશે. જો બાળકોને બેટરી સેલફોન કે કશું લીધા વિના એક રાત્રિ માટે આરક્ષિત વાતાવરણમાં રાખશો તો બાળકોમાં આશ્ચર્યની ભાવનામાં આવેલું અભૂતપૂર્વ પરિવર્તન પણ અનુભવી શકશે પરંતુ આપણે બાળકોને આવી બધી બાબતોથી ભૌતિક રીતે અક્ષ્મ બનાવીએ છે. બાળકોને કમ્પ્યુટરની સામે બેસાડીને આપણે તેમને ભૌતિક રીતે અક્ષ્મ બનાવીએ છીએ જ્યારે તેમને કશુંક વાગે છે ત્યારે તેઅો વિરોધ કરતા થાય છે અને તેઅો કશું કરશે નહીં.
દરેક મા બાપે આવી કાળજી લેવાની જરૂર છે. તમારા બાળકોને ઉછેરવાનો તેમને માત્ર શાળાએ મોકલવા અને તેનાથી તે સારા ગુણ લાવે તેવો અર્થ કરવો તે મૂર્ખામી છે. શરીર અને મગજથી તમારું બાળક પૂર્ણ ક્ષમતાથી ઉછરવું જોઇએ અને તેમ થશે તો તમારા બાળકમાં જીવનની સફળતા આવશે માત્ર સારા ગુણ જ સફળતાને લાવતા નથી.
– Isha Foundation