આસામની ૨૬ વર્ષીય યુવતી પ્રિયંકા દાસ ફ્રાન્સના ‘પ્રમોટ સાયન્સ’ ઈનિશિયેટિવની એમ્બેસેડર તરીકે પસંદ થઈ છે. પ્રિયંકા દાસ ફ્રેન્ચ સેટેલાઈટ નેવિગેશન કંપની સાફરાનમાં કાર્યરત છે. જે આ ઈનિશિયેટિવ માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત થઈ છે. જેના દ્વારા પ્રિયંકા યુવતીઓને સાયન્ટિફિક કરિયર અપનાવવા તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ ઈનિશિયેટિવ ‘ફોર ગર્લ્સ એન્ડ સાયન્સ’ ૨૦૧૪માં શરૂ થયું હતું. જેમાં ખાસ કરીને બાળકીઓ-કિશોરીઓને ભાવિ વિજ્ઞાની બનવા માટે પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેને લો’રિયલ ફાઉન્ડેશન તથા નેશનલ એજ્યુકેશન મંત્રાલયનો સહયોગ પ્રાપ્ત થયેલો છે. આ મિશન અંતર્ગત પ્રિયંકા હવે પ્રાથમિક અને હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓને ચર્ચાઓ અને પ્રેઝન્ટેશન્સ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરશે.