ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ કોન્ફરેન્સને સંબોધતા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ મોદીજીની સૌથી મોટી ઉપલબ્ધી છે. સમગ્ર દેશમાં મોદી લહેર છે. એક્ઝિટપોલ આવતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી આજે વાસ્તવમાં આ લહેર જોવા મળી હતી. આજની જીત એ ભારતીયોની જીત છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતા રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ઈમાનદાર, દેશ ભક્ત અને મજબુત નેતૃત્વ થકી ભારતીય જનતા પાર્ટીને દેશમાં સર્વાચ્ય સ્થાન અપાવ્યું છે. નરેન્દ્ર મોદીજીને હું નમન કરૂં છું. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુનિયામાં ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કર્યું છે આ અંગે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, અમિત શાહે ખરા અર્થમાં સંગઠનનો પરીચય કરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને દુનિયાની મોટી પાર્ટી બનાવી છે. અમિત શાહજીએ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને એક જૂટ કર્યું છે. તેઓની રાજનીતીમાં ચાણક્ય નીતી જોવા મળે છે. ગુજરાતના સમગ્ર ભાજપના કાર્યકરોને શુભેચ્છા આપી તેમના કામને બિરદાવ્યું હતું અને કહ્યું કે, તમામ ભાજપના કાર્યકરોને હુ નમન કરૂં છું.