પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ ઇન્ડિયામાં થીએટર્સમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મને 14 ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ સમગ્ર ફિલ્મ અમેરિકન કોમેડિયન રિબેલ વિલ્સન માટે તૈયાર કરવામાં આવી છે જ્યારે અન્ય કાસ્ટ મેમ્બર્સ સપોર્ટિંગ રોલ્સમાં છે. આ ફિલ્મમાં પ્રિયંકા ખૂબ જ ટૂંકા રોલમાં છે. તે યોગ ગુરુના રોલમાં છે.બોલિવૂડમાં બધાને એ સવાલ થઈ રહ્યો છે કે, પ્રિયંકાએ તેની કરિઅરની શરૂઆતથી બોલિવૂડની તેની બધી જ ફિલ્મ્સમાં લીડ રોલ્સ પ્લે કર્યા છે ત્યારે હોલિવૂડમાં તે શા માટે સાવ મામૂલી રોલ્સ પ્લે કરી રહી છે? થોડા સમય પહેલાં સુધી બોલિવૂડના કેટલાક મેકર્સ સાથે તેની વાતચીત ચાલી રહી હતી.