અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાનના ધાતુ ઉદ્યોગો સામે આર્થિક પ્રતિબંધો લાદતા જણાવ્યું હતું કે ઇરાન ધાતુ ક્ષેત્રમાંથી થતી આવકનો ઉપયોગ પોતાની (ઇરાનની) પરમાણું મહત્વાકાંક્ષા સંતોષવા તથા ત્રાસવાદને ભંડોળ પુરૂં પાડવા માટે કરે છે. પ્રમુખ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી હતી કે ઇરાન સામેની આર્થિક નાકાબંધી સબંધિત પ્રવૃતિ સાથે સંકાળાનારાઅોએ આકરા પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે.
પ્રમુખ ટ્રમ્પે ઇરાન સામેનાં આર્થિક પ્રતિબંધોનો વ્યાપ વધારતાં વધુ આકરાં પગલાં રૂપે તહેરાનના લોહ, પોલાદ એલ્યુમિનિયમ, તાંબુ જેવી ધાતુના ક્ષેત્રો કે ઉદ્યોગો સામે આકરાં પ્રતિબંધો લાધ્યા છે. પ્રમુખની આ હિલચાલનો હેતું તહેરાનને પરમાણુ શસ્ત્ર તથા ઇન્ટરકોન્ટી નેન્ટલ બેલિસ્ટિક મિસાાઇલ સંપાદિત કરતાં રોકવાનો તથા મધ્યપૂર્વમાં ઇરાનની મલિન ઇરાદાવાળી વગને વધતી રોકવાનો છે.
એકપક્ષી ઇરાન પરમાણું સમજૂતિમાંથી ખસી ગયાના એક વર્ષમાં તહેરાન સામે અાર્થિક નાકાબંધી પુનઃ લાદવાની પ્રક્રિયાના ભાગરૂપે પ્રમુખે ઇરાનની ત્રણેય પ્રમુખ નિકાશ અોઇલ પેટ્રોકેમિકલ અને ધાતુ ઉપર પ્રતિબંધો લાદી દીધા છે. પ્રમુખ ટ્રમ્પે ઇરાન સામેના પ્રતિબંધો અંગે અમેરિકી કોંગ્રેસને જાણ કર્યા બાદ તુરંત જ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઇરાન વિનાશકારી અને અરજક્તાભરી પ્રવૃતિ કરતું હોઇ તેની સામે અગાઉ કરતાં વધુ આકરાં પગલાં ભરવામાં આવ્યા છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઇરાની શાસને તેની પરમાણુ મહત્વાકાંક્ષા ચાલુ રાખતા ત્રાસવાદને ટેકો આપવા તથા બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા વિકસાવવાનું ચાલુ રાખ્યું હોવાથી અમેરિકાએ અાર્થિક પ્રતિબંધો વધુ આક્રમક્તાથી લાદવાનું આકરૂં પગલું ભર્યું છે ત્યારે ઇરાન સાથે સંબંધિત કોઇ પણ પ્રવૃતિ સાથે સંકળાનારાઅોએ પણ આકરાં પગલાંનો સામનો કરવો પડશે આંતર ઉપખંડીય બેલિસ્ટિક મિસાઇલની સંહારત્મક તાકાત મેળવવાના તથા મધ્ય પૂર્વ ઉપર મલિન છાપ વધારવાના તહેરાનના ઉરાદાને અમેરિકા સફળ થવા દેશે નહીં.
વ્હાઇટ હાઉસના નિવેદનમાં જણાવાયું હતું કે લોહ પોલાદ એલ્યુમિનિયમ, તાંબુ અને અન્ય ધાતુની નિકાસથી થતી આવક તહેરાન દ્વારા સામુહિક વિનાશના શસ્ત્રોના પ્રચાર ત્રાસવાદી જૂથો અને નેટવર્કને ભંડોળ આપવા વાપરવાનો ભય હોઇ અમેરિકા આર્થિક પ્રતિબંધો દ્વારા ઇરાનને તેની ત્રણ મુખ્ય નિકાસ આવકથી વંચિત રાખવા પ્રતિબદ્ધ છે.
આર્થિક પ્રતિબંધોમાં ઇરાન પાસેથી ખરીદીમાં જે કેટલાક દેશોને છૂટ અપાઇ હતી તેના માધ્યમ થકી તથા તે સમયમાં ઇરાની શાસનને મબલખ નાણા મળ્યા હતા જેનો ઉપયોગ ત્રાસવાદને ટેકો આપવા તથા મધ્યપૂર્વને અસ્થિર બનાવવા કરાયો હતો. અોઇલ નિકાસ પ્રતિબંધના કારણે મે 2018થી અત્યાર સુધીમાં ઇરાનને આર્થિક પ્રતિબંધોના કારણે 10 બિલિયન ડોલરથી વધુને આવક ગુમાવી પડી હોવાનો વ્હાઇટ દાવો કર્યો હતો ટ્રમ્પ વહીવટીતંત્ર અાર્થિક પ્રતિબંધોના કડક અમલ દ્વારા ઇરાનની નિકાસ આવક શૂન્ય ઉપર લાવવા મક્કમ છે. અમેરિકા દ્વારા ગતમહિને ઇરાનના રેવોલ્યુશનરી ગાર્ડને વિદેશી ત્રાસવાદી સંગઠુનનું લેબલ લગાવવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસે, ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાનની નેતાગીરી તેનો સંહારક અભિગમ છોડી મંત્રણા મેજ ઉપર પાછી ના ફરે ત્યાં સુધી તહેરાન સામે આકરા આર્થિક પગલાં ભરવા અને તેનો સખ્તાઇથી અમલ કરાવવા ટ્રમ્પ વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે પ્રમુખ ટ્રમ્પે સતા સંબાળ્યા પછી ઇરાન સામેની સખ્તાઇ આરંભતા ગત વર્ષે ઇરાની પરમાણુૂં સમજૂતીમાંથી ખસી જવાનો નિર્ણય લઇને ઇરાન સામે નાકાબંધીની શરૂઆત કરી હતી.