ઇસરોએ શ્રીહરિકોટા ખાતેથી સાઉથ એશિયન સેટેલાઇટ GSAT-9 લૉન્ચ કર્યો

0
1930

સાર્ક દેશોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલા આપેલા વચનને પૂરું કરતા આજે ઇસરોએ જીએસએલવી રોકેટ દ્વારા GSAT-9 સેટેલાઇટ લૉન્ચ કર્યો છે. ભારતીય અવકાશી સંસ્થા ઇસરોએ શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આ સેટેલાઇટ અવકાશમાં મોકલ્યો. આ સેટેલાઇટના માધ્યમ દ્વારા સાઉથ એશિયન દેશોના પરસ્પરના સંપર્કને પ્રોત્સાહન મળશે. સાથે સાથે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ચીનનો પ્રભાવને ઓછો કરવામાં પણ મદદ મળશે.
આઠમાંથી સાત સાર્ક દેશ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. માત્ર પાકિસ્તાને પોતાને આનાથી અલગ રાખ્યું છે. પાકિસ્તાને કહ્યું કે તેમનો પોતાનો અલગ સ્પેસ પ્રોગ્રામ છે. આ સેટેલાઈટનો ખર્ચ 450 કરોડ રૂપિયા છે. તેની મિશન લાઈફ 12 વર્ષ રહેશે. આ સેટેલાઈટ કેયૂ બેન્ડ પર કામ કરશે. તેને જીએસએલવી-એ09 રોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે. આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ એશિયન દેશો વચ્ચે કમ્યુનિકેશન અને ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં મદદ કરવાનો છે.
2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી ઈસરોને સાર્ક દેશો માટે સેટેલાઈટ બનાવવા કહ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે પડોશી દેશોને ભારત તરફથી આ ભેટ આપવામાં આવે. ગત રવિવારે મન કી બાતમાં મોદીએ આ ઉલ્લેખ કર્યો હતો. તેઓ માને છે કે આ સેટેલાઈટ સાર્ક દેશોના વિકાસમાં મદદરૂપ થશે. સાઉથ એશિયા ક્ષેત્રમાં આપાત સ્થિતિમાં નવો સેટેલાઈટ આ દેશો વચ્ચે સંચારમાં મદદ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટીવી બ્રોડકાસ્ટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટેલિ-મેડિસિન અને ટેલિ એજ્યુકેશન વધશે. સામેલ દેશ 36-54 મેગાહર્ટ્સ ક્ષમતાના ટ્રાન્સપોન્ડર્સ મોકલી શકે છે. તેનો ઉપયોગ આંતરિક બાબતો માટે કરી શકાશે. આ દેશો ભારતને 12 વર્ષ સુધી 96 કરોડ રૂપિયા આપશે.

LEAVE A REPLY

17 − 9 =