ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. રાજ્ય સરકારે કાર્યવાહીની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને મુક્તિ આપી છે. ડી.જી વણઝારા અને એન.કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી. અમદાવાદ કોતરપુર વોટર વર્કસ પાસે ઈશરત જહાં અને તેના સાથીઓના થયેલા એન્કાઉન્ટર બાદ પકડાયેલા ગુજરાત પોલીસના અધિકારીઓ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટમાં પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારા અને ડીવાયએસપી એન.કે અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ અરજીને કોર્ટે માન્ય રાખી હતી. સીબીઆઈએ ડી.જી વણઝારાની ધરપકડ વખતે રાજ્ય સરકારની મંજૂરી લીધી ન હતી. આ સ્ટેટમેન્ટને સીબીઆઈ કોર્ટે માન્ય રાખી હતી.