ઈસરોએ એકસાથે 20 સેટેલાઈટ લોન્ચ કરી પોતાનો જ રેકોર્ડ તોડ્યો

0
477

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ આજે એક સાથે 20 સેટેલાઇટ લોંચ કરીને પોતાનો જ એક રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ભારતીય અવકાશ એજન્સીએ એક સાથે 10 સેટેલાઈટ્સ લોંચ કર્યા હતા. આજે ઇસરોએ પીએસએલવી C-34 રોકેટ દ્વારા ભારતીય ઉપગ્રહ સીરિઝ કાર્ટોસૈટ-2નો 727.5 કિલો વજનનો ઉપગ્રહ અને તે સાથે અન્ય 19 ઉપગ્રહ અવકાશમાં પ્રસ્થાપિત કરવા રવાના કર્યા છે.

આંધ્રપ્રદેશ પાસે આવેલ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી સવારે 9:26 વાગ્યે PSLV C-34 સફળતા પૂર્વક છોડવામાં આવ્યું હતું. ઇસરોના અહેવાલ મુજબ છોડવામાં આવેલ 20 ઉપગ્રહોનું કુલ વજન આશરે 1288 કિગ્રા થાય છે. આ રોકેટમાં કાર્ટોસૈટ-2 સાથે અમેરિકા, કેનેડા, જર્મની અને ઇંડોનેશિયા જેવા દેશોના ઉપગ્રહોની સાથે 2 ભારતીય યૂનિવર્સિટીના પણ ઉપગ્રહ છે.

LEAVE A REPLY

13 − five =