ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરનું કેબિનટ મંત્રીનું પદ છિનવી લેવામા આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનોથે ઓમપ્રકાશ રાજભરને કેબિનેટ મંત્રી પદ માંથી હટાવવા માટે રાજ્યપાલને અરજી કરી હતી.

રાજભર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ સશક્તિકરણના મંત્રી પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજભરે પહેલા એક વખત રાજીનામું આપ્યું હતું પરંતુ સરકારે ત્યારે તેનુ રાજીનામું સ્વીકાર્યું ન હતું.

આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા રાજભરે જણાવ્યું કે, હું CM યોગીના આ નિર્ણયનું સ્વાગત કરું છું. પછાતની લડાઈ લડવાની કિંમત ચૂકવવી પડી છે. ભાજપના નેતા ભલે પછાત વિશે ન બોલે પરંતુ રાજભરને બોલતા કોઈ રોકી નહીં શકે અમે પછાતની લડાઈ લડી રહ્યા છીએ અને એમની પાસે સમય નથી.

સરકારને આડા હાથ લઈને રાજભરે કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરો છો તો બધાને આપો. હક માટે લડવું એ ગુનો હોય તો હું વારંવાર ગુનો કરીશ. યોગી સરકારની ટીકા કરતા કહ્યું કે, શિક્ષણમાં સુધારો કેવી રીતે આવે એમને કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી. યૂપીમાં દારૂ બંદ કરાવવાનો સમય નથી. અમે પછાતના અધિકારની લડાઈ લડીએ છીએ.

જેટલી જલ્દી મારો નિર્ણય કર્યો એટલી જલ્દી બીજા નિર્ણયો પણ લો. ઓપી રોજભરે કહ્યું કે, 3 લાખ 65 હજાર જગ્યા ખાલી છે, તેને ભરવાનો સમય નથી. કાલ સુધી હું એકલો હતો આજે તો કરોડો લોકો છે મારી સાથે. રણમાં રાણા જેવા યોદ્ધાનો સાથ હોય તો તેને શું તકલીફ. હક માંગવો એ જો બગાવત હોય તો હું બાગી છું.

રવિવારના રોજ ભાજપ પ્રત્યે નારાજગી વ્યકત કરતા રોજભરે કહ્યું હતું કે, ભાજપ લોકસભા ચૂંટણી હારવાની છે. ઓમપ્રકાશ રાજભરે સાતમા તબક્કાની ચૂંટણીમાં બલિયાની મીરગંજ પ્રાથમિક વિદ્યાલયથી પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.