મોરબીનાં વાંકાનેરમાં એટ્રોસિટીનીં ગુનામાં વાંકાનેરનાં ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. મહમ્મદ પીરઝાદાએ ધરપકડ પર સ્ટે મેળવી લીધો હતો. આ સ્ટે હટ્યા બાદ પોલીસે તેમની ધરપકડની કાર્યવાહી કરી હતી. જોકે ધારાસભ્ય મહમ્મદ પીરઝાદા સહિતનાં તમામ પાંચ લોકોએ આ મામલે આગોતરા જામીન લઇ લીધા હતાં અને તેઓ હાલમાં છુટી પણ ગયા છે. હાલમાં ચૂંટણી ટાણે એટ્રોસિટીનાં કેસમાં ધરપકડ થતાં રાજકારણ ગરમાયુ છે.મહત્વનું છે કે કોંગ્રેસના મહમ્મદ પીરઝાદા વાંકાનેરનાં કુવાડવાથી ધારાસભ્યનાં પદ પર ચૂંટાયા છે. વાંકાનેરમાં વર્ષ 2012માં સરકારી મિલકતને નુકસાન પહોચાળવા બદલ તેમનાં પર એટ્રોસિટીનો ગુનો નોધવામાં આવ્યો હતો. જે મામલે MLAની ધરપકડ કરવામાં આવી હતી. પીરઝાદા પાસે વાંકાનેરની આ બેઠક વર્ષ 2002થી અત્યાર સુધી તેમની પાસે જ છે. આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં તેમને ભાજપના જીતૂભાઇ કાંતિભાઇ સોમાણીને હરાવ્યા હતાં. ખાસ વાત તો એ છે કે, વાંકાનેરમાં ફક્ત 27 ટકા મુસ્લિમ વોટર્સ છે. પીરઝાદાને લોકલ હિન્દુ વોટર્સનું પણ સમર્થન છે.