એક દીવાના થા અને સિંગ ઇઝ બ્લીગ, 2.0 જેવી હિન્દી ફિલ્મો અને અનેક સાઉથની મૂવી કરનાર બ્રિટિશ મોડેલ અને એક્ટ્રેસ એમી જેક્શને પોતાના અબજોપતી બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિયોટો સાથે સગાઈ કરી લીધી છે.
એમીએ પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. તેનો બોયફ્રેન્ડ જ્યોર્જ બ્રિટિશ બિઝનેસમેન છે. એમીએ ઇન્સ્ટાગ્રામ પર તેનો અને જ્યોર્જનો ફોટો પોસ્ટ કરતાની સાથે જ લખ્યું હતું કે, 1 જાન્યુઆરી 2019થી એક નવી એડવેન્ચર લાઈફ શરૂ થઈ છે. દુનિયાથી સૌથી ખુશ છોકરી બનાવવા માટે જ્યોર્જને થેંક્યુ.જ્યોર્જ બ્રિટીશ પ્રોપર્ટી ટાયકૂન એન્દ્રીઆસ પાનાયુયોટો નો પુત્ર છે અને ધ એબીલીટી ગ્રુપનો સ્થાપક છે.એમી અને જ્યોર્જ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાએમીએ પોતાનું વેકેશન આફ્રિકાના જોહનેસબર્ગમાં મનાવ્યું હતું. એમી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે મોડેલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.એમીએ મિસ ટીન લીવરપૂલ,મિસ ટીન ગ્રેટ બ્રિટન અને મિસ ટીન વર્લ્ડનું ટાઇટલ જીત્યું છે.ભારતમાં તેણે તમિલ ફિલ્મ મદ્રાસાપત્તીનમથી ફિલ્મની કેરિયરની શરૂઆત કરી હતી.હાલમાં તે રજનીકાંત અને અક્ષય કુમારની 2.0 માં જોવા મળી હતી.