એક એપ્રિલ 2019થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થવા જઇ રહી છે. આગામી વર્ષમાં સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. આ સરકારી વિમાન કંપનીને એરક્રાફ્ટ ખરીદી પર 8000 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું છે. જ્યારે એર ઇન્ડિયાનું કુલ 55000 કરોડ રૂપિયાના દેવાના અડધા જેને 4500 કરોડ રૂપિયાના વાર્ષિક લોનને ઓછી કરવા માટે એક સ્પેશ્યલ પર્પઝ વ્હીકલમાં સ્થાનાંતરિક કરવામાં આવી રહ્યું છે.
એરલાઇનને તમામ લોનની ચૂકવણીની દિશામાં 120000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની જરૂર છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, આગામી નાણાકીય વર્ષમાં એર ઇન્ડિયાને પોતાનું દેવું ઓછું કરવા માટે સરકારની મદદની જરૂર પડશે. નાણાકીય વર્ષ 2020-21થી એર ઇન્ડિયાના ડેડ સર્વિસીગ 1500થી2000 કરોડ રૂપિયાના સમિમીત દાયરામાં આવી જશે. આ કંપની એન્જિન સંબંધિત જરૂરિયાતો પુરા નહી થવાના કારણે કંપનીના 23 એરક્રાફ્ટટ માટે ફંડ એકઠું કરવાની સમસ્યાનો સામનો કરી રહી છે. એવામાં કંપનીને આશા છે કે આ માટે સરકાર બોન્ડ જાહેર કરી શકે છે જેથી તેમની મહત્વપૂર્ણ જરૂરિયાતોને પુરી કરી શકાય છે. જો એકવાર આ ગ્રાઉન્ડેડ એરક્રાફેટને રિપેર કરી દેવામાં આવે છે તો કંપની તેનો ઉપયોગ કરી શકશે.
કંપનીના ચેરમેન અશ્નિની લોહાની એ કહ્યું કે, આગામી શિયાળાથી લોસ એન્જલસ રૂટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ રૂટ પર દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો એક જ ફ્લાઇટ છે. જેને લોહાનીએ વર્ષ 2015મં શરૂ કરી હતી જે એક સપ્તાહમાં ત્રણ વાર ઉડાણ ભરે છે.