ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયાએ નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંઘ પુરીએ ટ્વિટર પર કરેલી જાહેરાત મુજબ 27 સપ્ટેમ્બરથી મુંબઇ-નાઇરોબી વચ્ચે, અમૃતસર-દિલ્હી-ટોરન્ટો વચ્ચે અને મુંબઇ-પટના-અમૃતસર ફ્લાઇટ શરૂ કરાશે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે શરૂ થનારી મુંબઇ-નાઇરોબી ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ જશે. જેટ એરવેઝની સેવાઓ બંધ થતા ફ્લાઇટ્સની જરૂરિયાત પૂર્ણ કરવા એર ઇન્ડિયાએ આ જાહેરાત કરી છે. ગત સપ્તાહે ઇન્ડિગોએ 5 જુલાઇથી અમદાવાદ-ગુવાહાટી-અમદાવાદ અને અમદાવાદ-બાગડોગરા-અમદાવાદ રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.