કેનાડાના વાનકુવરથી સિડની જઈ રહેલી એર કેનેડાની ફ્લાઈટ (બોઈંગ 777-200) ગુરુવારે દુર્ઘટનાનો શિકાર થતા બચી ગઈ છે. ઉડાન ભર્યાના બે કલાક બાદ જ વિમાન અચાનક ખતરનાક ટર્બુલેન્સમાં ફસાઈ ગયું હતું. આ દરમિયાન વિમાન 36 હજાર ફુટની ઊંચાઈ પર હતું. ઝાટકાને કારણે 35થી વધારે યાત્રિઓને માથાના ભાગે અને ગળા પર ઈજા થઈ છે. ઘટનાના સમયે વિમાનમાં 269 યાત્રીઓ અને 15 ક્રુ મેમ્બર સવાર હતા.
એરલાઈન્સે નિવેદનમાં કહ્યું કે, યાત્રિઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ટર્બુલેન્સ બાદ પાયલટે હોનોલુલુ એરપોર્ટ પર ઈમજન્સી લેન્ડિગ કરાવ્યું છે. અહીં યાત્રિઓની સારવાર અને ઈમરજન્સી સર્વિસની વ્યવસ્થા પહેલાથી જ કરી દેવાઈ છે. ઘાયલ યાત્રિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. 9 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક યાત્રી મિશેલ બૈલીએ જણાવ્યું કે, અમને ટર્બુલેન્સના કારણે અચાનક ઝાટકા લાગવા લાગ્યા હતા. ઘણા લોકોના માથા વિમાનની છત સાથે ટકરાયા હતા.