રિયાલિટી શો ‘બિગ બોસ’થી ચર્ચામાં આવ્યા બાદ એલી અવરામે ૨૦૧૩માં ‘મિકી વાયરસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. એલી કહે છે કે સલમાનખાને મને ખૂબ જ મદદ કરી છે અને તેનું જ પરિણામ છે કે હું આજે બોલિવૂડમાં અભિનેત્રી તરીકે ઓળખાઉં છું.
સલમાનખાન મારા ગાઇડ છે. હું તેમની સલાહને કોઇની સાથે શેર કરવા ઇચ્છતી નથી. બોલિવૂડમાં એક અભિનેત્રી તરીકે ઓળખ મળવાથી એલી ખૂબ જ ખુશ છે. તે કહે છે કે હું પાંચ વર્ષની હતી ત્યારથી જ મને બોલિવૂડના ડાન્સ ગમતા હતા. મેં પહેલી હિંદી ફિલ્મ માધુરી દીક્ષિતની ‘દેવદાસ’ જોઇ હતી. મને ‌િપરિયડ ફિલ્મો કરવી ખૂબ જ પસંદ છે.
મને ક્લાસિકલ ડાન્સ કરવો ગમે છે. બોલિવૂડ એક મોટો ફિલ્મ ઉદ્યોગ છે, જે માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ લોકપ્રિય છે. આ કારણે અલગ અલગ દેશના કલાકાર અહીં કામ કરવા ઇચ્છે છે. અહીં મારા જેવા ઘણા બધા વિદેશી નાગરિક છે, જે ભારતીય સંસ્કૃતિ અને વિચારની સાથે સાથે જોડાયેલા છે.
હું આ ક્ષેત્રનો એક ભાગ બનવા ઇચ્છતી હતી. બોલિવૂડમાં મારા જોડાવાનું અસલી કારણ એ જ હતું. હું બોલિવૂડમાં ડ્રીમ
ગર્લ બનવાનું પસંદ કરીશ.