ઑફિસની લાઇટ્સને લીધે માઇગ્રેઇન્સનો ભોગ બનેલા HBOS બેંકરને £11,000 પાઉન્ડનુ વળતર

0
130

લંડનના ફેન્ચચર્ચ સ્ટ્રીટમાં આવેલી HBOSની શાખામાં કામ કરતી રજની દુગ્ગા નામની મહિલાને ઑફિસની લાઇટ્સને લીધે માઇગ્રેઇન્સ, ચક્કર આવવા, શુષ્ક આંખો અને આંખો પાછળ દુ:ખાવો થતા બેંકરને £11,000 પાઉન્ડનું વળતર ચૂકવવુ પડ્યુ હતુ. પ્રકાશની સંવેદનશીલતાથી પીડાતી રજની દુગ્ગાને લગભગ 11 મહિનાથી ફ્લોરોસન્ટ લાઇટ્સવાળી ઑફિસમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

ટ્રિબ્યુનલે રજનીના દાવાને સમર્થન આપ્યુ હતુ. 2009માં પ્રકાશની સંવેદનશીલતાથી પીડાતા રજની દુગ્ગલ માર્ચ 2008માં HBOSમાં જોડાયા હતા. 2013માં પોસ્ટર્સને હાઇલાઇટ કરવા માટે છત અને દિવાલો પર તેજસ્વી સ્પોટલાઇટ લગાડ્યા પછી તેણીની હાલત બગડી હતી. આ સમય દરમિયાન તેમની ઓફિસની લાઇટ, કલર, પેનલ વગેરે બદલવામાં આવ્યા હતા અને તેમની ટ્રાન્સફર પણ કરવામાં આવી હતી. પરંતુ તેમની સ્થિતી સુધરે તેવો કોઇ બદલાવ કરવામાં આવ્યો ન હતો.