ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી સિડની ટેસ્ટને ડ્રો જાહેર કરવામાં આવી છે. પાંચમા દિવસની રમત વરસાદના કારણે શરૂ થઇ શકી નહોતી. આ ટેસ્ટ ડ્રો થતા જ ભારતે 2-1થી સીરિઝ જીતીને ઇતિહાસ સર્જ્યો છે.
ભારતે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ સીરીઝ જીતી છે. અગાઉ ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ફોલો ઓન થયા બાદ વિના વિકેટે 6 રન બનાવ્યાં હતાં. ભારતની પ્રથમ ઇનિંગના 622/7ના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 300 રને સમેટાઇ ગઇ હતી અને ભારતને 322 રનની લીડ મળી હતી. કુલદીપ યાદવે 5, જાડેજા અને શમીએ 2-2 તેમજ જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી હતી.
ચેતેશ્વર પુજારાને 193 રનની શાનદાર ઇનિંગ રમવા બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. એ સાથે જ સીરીઝમાં ત્રણ સદી સાથે સર્વાધિક 521 રન બનાવવા માટે પણ પુજારાને મેન ઓફ ધ સીરીઝ એવોર્ડ પણ મળ્યો હતો.