ઓસ્ટ્રેલિયાના મહત્ત્વના શહેર મેલબર્નમાં 8 ઓગસ્ટથી 10મો ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (IFFM)નો પ્રારંભ થયો છે. આ પ્રસંગે શાહરૂખ ખાન,  અર્જુન કપૂર, તબુ, ગાયત્રી શંકર, રીમા દાસ, નિર્માતા કરણ જોહર, નિર્માત્રી ઝોયા અખ્તર, પણ ઉપસ્થિત રહ્યાં હતાં. છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફિલ્મોની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સાંસ્કૃતિક પાટનગર તરીકે મેલબર્ન જાણીતું છે. વિક્ટોરિયા રાજ્યની સરકાર દ્વારા આ ભારતીય ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના ભારતીય ફિલ્મોત્સવનો મુખ્ય વિષય ‘સાહસ’ રાખવામાં આવ્યો છે. આ ફિલ્મોત્સવ  17 ઓગસ્ટ સુધી ચાલશે.