કંગના રનોટે તેની નિંદા કરનારાઓને સણસણતો જવાબ આપ્યો છે.કંગનાનું કહેવું છે કે તેની આવનારી ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને જોયા બાદ ટીકા કરનારાઓની બોલતી બંધ થઈ જશે. આ વિશે વધુ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે જે લોકો મારા અને મારી ફિલ્મ વિશે સારી વાતો નથી કહી રહ્યા તેમની મારી આ ફિલ્મને જોયા બાદ બોલતી બંધ થઈ જશે. મારું માનવું છે કે જે લોકો સારી વાતો કહી રહ્યા છે તેમને કોઈ ચૂપ નહીં કરી શકે. ટીમવર્કને કારણે જ આ શક્ય બન્યું છે. શરૂઆતમાં મને આ બધું અઘરું લાગ્યું હતું, પરંતુ બાદમાં મને લાગ્યું કે ફિલ્મમાં એક કલાકાર અને ડિરેક્ટર બન્નેની ભૂમિકાને હું પૂરતો ન્યાય આપી શકું છું. ભગવાનની કૃપા છે કે આ શક્ય બન્યું અને આ બન્ને પાત્રો ભજવીને હું ખૂબ ખુશ છું. ફિલ્મની રિલીઝને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. લોકો સમક્ષ ફિલ્મ રજૂ કરવાને લઈને અમારી તાલાવેલી પણ વધી રહી છે.’