ગુજરાતમાં કચ્છની સરહદ ગણાતા હરમીનાળા પાસેથી બીએસએફના જવાનોએ પાકિસ્તાનના 3 માછીમારોને પકડીને પોલીસને હવાલે કરી દીધા છે. બેએસએફના જવાનો જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં હતાં ત્યારે તેમણે 3 માછીમારો સાથે પાંચ બોટ ઝડપી પાડી હતી. મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાનની બોર્ડરે નજીક હરામી નાળામાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે 3 પાકિસ્તાની માછીમારોને પાંચ બોટ સાથે પકડી પાડ્યા છે. ક્રીક વિસ્તારમાં આવેલા આ સ્થળેથી અવારનવાર પાકિસ્તાની માછીમારો બોટ સહિત પકડાતા હોય છે. બીએસેફના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે 3 માછીમારોને ઝડપી પાડ્યા હતા. ઘણીવાર હરામી નાળાના આ વિસ્તારમાં માછીમારી દરમિયાન પાક માછીમારો ઘૂસી આવતા હોય છે.